Homes in the City
કચ્છની મહિલાઓના સર્વાંગી વિકાસ અને તેમને હક્ક અને અધિકાર અપાવવાના સકારાત્મક અભિગમ સાથે કાર્યરત ‘કચ્છ મહિલા વિકાસ સંગઠન’ને ૩૫ વર્ષ પૂર્ણ થતાં ભુજમાં સંસ્થાના સ્થાપકો, આગેવાનો, કાર્યકરો, લાભાર્થીઓએ સાથે મળીને ઉલાસભેર ઉજવણી કરી હતી. સંસ્થાના સાડા ત્રણ દાયકામાં થયેલી કામગીરીઓને નાટિકા, ગીત, નૃત્ય જેવા વિવિધ માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવી હતી. એક સમય એવો હતો કે
Homes in the City
કચ્છ જિલ્લાના મજદૂરોને ‘એમ્પલોઇ સ્ટેટ ઈન્શ્યુરન્સ’ એક્ટ ૧૯૪૮નો લાભ મળે એવા આશય સાથે પ્રયાસો ચાલી રહ્યા છે; ત્યારે બીજી તરફ ગાંધીધામ ખાતે એક કોન્ટ્રાકટર દ્વારા બિહારના પરપ્રાંતીય મજૂરોને બળજબરી પૂર્વક રોકી રાખી તેમજ તેમનો મોબાઈલ અને ઓળખકાર્ડ છીનવી લઈને કંપનીમાં કામ કરવા ફરજ પાડી હતી. સદનસીબે ભુજની સામાજિક સંસ્થાના સંપર્કને કારણે મજૂરો પોતાના વતન પરત
Homes in the City
પંચાયત અને નગરપાલિકા લોકતંત્રના સાચા માધ્યમ છે જેમાં નાગરિકો પોતાની સહભાગિતા અનુભવી શકે છે; આવી વાત ભુજમાં યોજાઇ ગયેલી શહેરી શાસનમાં નાગરિકોની સહભાગિતા અંગેની કાર્યશાળામાં વ્યક્ત કરવામાં આવી હતી. શહેરની સેતુ અભિયાન, હોમ્સ ઇન ધ સિટી દ્વારા ભુજ નગરપાલિકાના સહયોગથી આ કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં મેયર, ઉપપ્રમુખ, કાઉન્સિલર અને ચિંતિત નાગરિકો જોડાયા હતા. કાર્યશાળાનો ઉદ્દેશ્ય
Homes in the City
આપણા કચ્છ પ્રદેશની અનેક આગવી અને વિશિષ્ટ પ્રણાલીઓ છે; આવી જ એક પ્રણાલી ભીમ અગિયારસના દિવસે ઉજવવાની પરંપરા છે. ભીમ અગિયારસના આ દિવસે ઘર થી નગર સુધીના જળસ્રોતો જેમ કે, તળાવ, કૂવા, વાવની ચોમાસાની પૂર્વતૈયારી સ્વરૂપે સાફ સફાઇ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આપણી પરંપરા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી આ પ્રણાલીના ભાગરૂપે ભુજમાં ‘એરિડ કોમ્યુનિટીસ
Homes in the City
જો આપણે માત્ર આપણા ઘરના નળમાં પાણી આવે છે તેનાથી સંતોષ માણી લેશું અને ભૂગર્ભ જળની દશા તરફ ધ્યાન નહીં રાખીએ તો આવતી કાલ ખૂબ જ કઠિન હશે તેમાં બેમત નથી એવી ચિંતા ભુજમાં હોમ્સ ઇન ધ સિટી, ભુજ બોલે છે, જળ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ અને કે-લિન્ક દ્વારા આયોજિત પર્યાવરણ સંબધિત કાર્યક્રમમાં વ્યક્ત કરવામાં
Homes in the City
તાજેતરમાં ભુજના તોરણ ગાર્ડન ખાતે વોર્ડ નંબર ૧૧ ની વોર્ડ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૧૧માં છેલ્લા પાંચ વર્ષથી સમિતિની નિયમિત અને સફળ પ્રક્રિયા ચાલી રહી છે. આ બેઠકના મુખ્ય એજન્ડામાં વિસ્તારમાં ઇ શ્રમ અને આયુષ્માન કાર્ડ માટે શિબિરનું આયોજન, વૃક્ષારોપણ અને મિયાવાકી પદ્ધતિ, વોર્ડના મુદ્દાઓ ખાસ કરીને પાણી અને ગટર અને
Homes in the City
નાગરિકોની શાસનમાં સહભાગિતા આવે તેવા હેતુ સર સેતુ અભિયાન સંસ્થા કાર્યરત છે જે અંતર્ગત વોર્ડ માં વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દર બે માસે નગરસેવકો સાથે રહી ને મીટીંગ બોલાવે છે જે અંતર્ગત તાજેતરમાં વોર્ડના વિકાસ માટે વોર્ડ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગત મિટિંગ મિનિટ્સનું વાંચન કરી જરૂરી
Homes in the City
ભુજમાં નાગરિકો સાથે “આવો, આપણા તળાવોને ઓળખીએ” કાર્યક્રમ યોજાયો આપણી જળસંસ્કૃતિના પર્યાય સમા તળાવોના જતન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે જલ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી, એરિડ કોમ્યુનીટિસ એન્ડ ટેકનોલોજી તેમજ હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે “આવો, આપણા તળાવોને ઓળખીએ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં શહેરના નાગરિકો ભુજના ૪૩ તળાવોથી અવગત થયા હતા.
Homes in the City
શહેરીકરણની દોડમાં એક તરફ પાણીના કુદરતી સ્રોતો નામશેષ બની રહ્યા છે ત્યારે ભુજ પશુ ઉછેરક માલધારી સંગઠન, જલમંદિર અભિયાન અને હોમ્સ ઇન ધ સીટીના સહિયારા પ્રયાસોના પરિણામે ભુજ સીમના ધુનારા તળાવની ક્ષમતા વધારવાનું સ્તુત્ય કામ કરવામાં આવ્યું છે. ભુજની સીમમાં એરપોર્ટની સામેના વિસ્તારમાં રાજાશાહી સમયનું ધુનારા તળાવ ૬૫ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું તળાવ છે
Homes in the City
પાણીના મુદ્દે સંવેદનશીલ શહેરોમાં જળ પરિવર્તનના પડકારોનો સામનો કરવા અને ટકાઉ અભિગમ અપનાવવાના આશય સાથે ભુજ ખાતે CEPT યુનિવર્સિટી, IIT ગાંધીનગર અને ભુજની ACT સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “વોટર ફોર ચેન્જ” કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં પીએચડી સંશોધકો દ્વારા સ્થાનિક હિતધારકો સાથે પરામર્શ કરીને તૈયાર કરાયેલા પડકારોની રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ૧૧ નિષ્ણાત સંસ્થાઓના તજજ્ઞો દ્વારા
1 2 3 9

Last updated on:

guGujarati