વોર્ડ નંબર ૧૧ માં જાગૃત નાગરિકોએ વિસ્તારના પ્રશ્નો પર મંથન કર્યું

વોર્ડ નંબર ૧૧ માં જાગૃત નાગરિકોએ વિસ્તારના પ્રશ્નો પર મંથન કર્યું

તાજેતરમાં ભુજના તોરણ ગાર્ડન ખાતે વોર્ડ નંબર ૧૧ ની વોર્ડ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૧૧માં છેલ્લા પાંચ વર્ષથી સમિતિની નિયમિત અને સફળ પ્રક્રિયા ચાલી રહી છે. આ બેઠકના મુખ્ય એજન્ડામાં વિસ્તારમાં ઇ શ્રમ અને આયુષ્માન કાર્ડ માટે શિબિરનું આયોજન, વૃક્ષારોપણ અને મિયાવાકી પદ્ધતિ, વોર્ડના મુદ્દાઓ ખાસ કરીને પાણી અને ગટર અને સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન જેવા મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મીટિંગની શરૂઆતમાં ઇ-શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડ સંદર્ભે ચર્ચા થઈ અને આ કાર્ડની મહત્વતા બાબતે ચર્ચા થઇ હતી. જેમની પાસે પીએફ ખાતું નથી તે આવક પ્રમાણપત્રના દર્શાવી ઇ-શ્રમ કાર્ડ મેળવવા  પાત્ર છે. આયુષ્માન કાર્ડ માટે લાભ રૂ.100000 સુધી વધ્યો છે. ટીમ તરફથી જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ વિસ્તારમાંથી ઓછામાં ઓછા 10 પરિવારો રજીસ્ટ્રેશન માટે તૈયાર હોય તો એ વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. અન્ય એજન્ડામાં ચર્ચા થઈ હતી કે તોરલ ગાર્ડન જે રોટરી દ્વારા સંચાલિત છે તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે, ઢોર ઝાડપાન ખાઈ રહ્યા છે, બાળકોને રમવાના સાધન તૂટી ગયા છે અને પરિણામે અસામાજિક તત્વો અંદર પ્રવેશી રહ્યા છે. તો આ બગીચા માટે સત્વરે વોર્ડના કાઉન્સિલર્સ અને જાગૃત નાગરિકો સક્રિય થાય એ જરૂરી છે. ડો. પંકજભાઈ જોશીએ જણાવ્યું હતું કે તેમણે કે-લિન્ક ટીમ સાથે એપ્લિકેશન તૈયાર કરી છે જે વિસ્તારના વૃક્ષોની ગણતરી કરી તેના ડેટા એકત્રિત કરે છે. તેમજ તેમણે વોર્ડ ૧૧માં વૃક્ષારોપણ માટે પણ અપીલ કરી હતી. આ એપ્લિકેશન વિષે કે-લિંકના મનોજ સોલંકી સમજ આપી હતી. આ સાથે ફેનસિંગ, છોડનું મેપિંગ, મિયાવકી પદ્ધતિ ડ્રીપ ઇરિગેશન તેમજ સ્થાનીક બાયોડાયવર્સિટીના સંરક્ષણ વિષે ચર્ચા કરવામાં આવી. આ તબક્કે સ્થાનીક લોકોમાંથી પાણી, કચરા વ્યવસ્થાપન જેવા મુદાઓ માટે સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

મહાદેવનગર સહિત વિસ્તારોની પાણીની સમસ્યા ઉકેલવા પણ ચર્ચા અને નિરાકરણ કરવામાં આવ્યું. ઘ્યાન કચરા વ્યવસ્થાપન વિષે પણ સ્થાનિકોએ ચર્ચા કરી અને કચરાના વર્ગીકરણ પર ભાર મૂક્યો હતો. બેઠકના અંતે ભુજના નવનિયુક્ત ધારાસભ્ય કેશુભાઈના સન્માન સમારોહ વિષે કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. અર્બન સેતુના કાર્યકરો, વોર્ડ ૧૧ ના કાઉન્સિલર્સ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati