ભુજમાં નાગરિકોના પ્રશ્નો ઉકેલવા વોર્ડ કમિટીની બેઠક મળી.

ભુજમાં નાગરિકોના પ્રશ્નો ઉકેલવા વોર્ડ કમિટીની બેઠક મળી.

નાગરિકોની શાસનમાં સહભાગિતા આવે તેવા હેતુ સર સેતુ અભિયાન સંસ્થા કાર્યરત છે જે અંતર્ગત વોર્ડ માં વોર્ડ કમિટીની રચના કરવામાં આવી છે. આ વોર્ડ કમિટી દર બે માસે નગરસેવકો સાથે રહી ને મીટીંગ બોલાવે છે જે અંતર્ગત તાજેતરમાં વોર્ડના વિકાસ માટે વોર્ડ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરૂઆતમાં ગત મિટિંગ મિનિટ્સનું વાંચન કરી જરૂરી સુધારા સાથે બહાલી આપવામાં આવી હતી. વોર્ડ ન. ૧,૨,૩ના નાગરિકો માટે સરપટ ગેટ  પર આવેલ વોર્ડ ઓફીસ પર અયુસ્માન કાર્ડ બનાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે માટેના જરૂરી દસ્તાવેજો અંગે માહિતી આપવામાં આવેલ અને પોતાના વિસ્તારમાં રહેતા નાગરિકો ને આ બાબતે માહિતી આપવા જણાવાયુ હતું.  વિસ્તારની સમસ્યાઓ બાબતે નગરસેવકો સમક્ષ રજુઆતો કરવામાં આવેલ જેમાં ખાસ કરીને પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવવાનો મુદ્દા ઉપરાંત સફાઇ સંદર્ભે સમસ્યાઓ રજૂ કરાઇ જેના પ્રત્યુત્તરમાં સફાઈ ટીમને સત્વરે સફાઇ અંગે સુચન કરવા વિનંતી કરવામાં આવી હતી. વિસ્તારમાં ગટરો ઉભરાવવાના બહુ બધા પ્રશ્નો   અંગેની રજૂઆતો આવતા નગરપાલિકામાં પ્રમુખ સાથે આ બાબતે ચર્ચા કરી ને વહેલી તકે ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.

વોર્ડમાં હાલમાં ચાલતા વિકાસ કામો બાબતે નગર સેવકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં બકાલી કોલોની, શાસ્ત્રીનગર, જી.આઈ.ડી.સી, અનીષા પાર્ક, સંજયનગરીમાં નવા રસ્તા બનાવવાનું કામ ચાલુમાં છે, તેમજ સોની સ્મસાન અને લાખુરાઈ વિસ્તારમાં નવા પુલિયા બનાવવા માટેનું કામ પણ ચાલુ છે જેની સારી ગુણવતા જળવાઈ રહે તે માટે વોર્ડ કમિટીના સદસ્યો તેનું સતત મોનીટરીંગ કરે તેવું નગર સેવકો દ્વારા સુચન કરવામાં આવેલ. નગરપાલીકા દ્વારા ૨૦૧૦ માં સુવર્ણ જયંતી ગરીબોની યાદી તૈયાર કરવામાં આવેલ હતી જેનો સમય ૨૦૨૦ માં પૂર્ણ થઇ ગયેલ છે. સરકારની વિવિધ યોજના અંતર્ગત વૃદ્ધ પેન્સન,દિવ્યાંગ સહાય જેવી યોજનામાં આ કાર્ડ ફરજીયાત કરવામાં આવેલ છે. જે તે સમયે અમુક કારનો સર આ યાદીમાં નામો દાખલ કરવાના રહી ગયેલ હોઈ નવા નામો એડ કરી સકતા નથી. જેથી સરકારની આ યોજનાનો સાચા લાભારથી  લાભ થી વંચિત  ના રહી જાય. આ બેઠકમાં જળ સ્રોત સ્નેહ સંવર્ધન ટીમના જિજ્ઞાબેન અને જયભાઈએ આ વોર્ડના તળાવોના સંરક્ષણ માટેનો મુદ્દો રજૂ કર્યો હતો.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati