ભુજના વોર્ડ ન. ૨માં નાગરિકોને રાશનકાર્ડ સંલગ્ન માહિતી પુરી પડાઇ

ભુજના વોર્ડ ન. ૨માં નાગરિકોને રાશનકાર્ડ સંલગ્ન માહિતી પુરી પડાઇ

ગત ૨૫મી જુલાઇના રોજ ભુજ શહેરના વોર્ડ નંબર 2 ના શિવહરી નગર (ભગતવાડી) તથા સથવારા વાસમાં માહિતી મિત્રભુજ દ્વારા લોકોને રાશનકાર્ડ પર પોતાને મળતા જથ્થાની જાણ થાય તે હેતુ થી એક કેમ્પેઇન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં રાશનકાર્ડની જરૂરી માહિતી સેતુના મયુર રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. જેમાં વિસ્તારના ૨૦૦ જેટલા લોકો સહભાગી થયા હતા. અહિં લોકોને મળતા જથ્થાને કોમ્પુટરમાં ઓનલાઈન જોઈ આપી તેમને કાપલીઓ આપવામાં આવી હતી આ ઉપરાંત જે લોકોને અનાજ મળતું ન હતું તેમને અન્નપૂર્ણા યોજનામાં સમાવેશ કરવા માટેના ફોર્મ ભરી આપવામાં આવ્યાં હતા.

નવા રાશનકાર્ડ બનાવવા તથા અલગ કરવા, નામ સુધારા, નામ ઉમેરવા, નામ દૂર કરવા વગેરે માટે ફોર્મ ભરી આપવામાં આવેલા હતા. સાથે સાથે રાશનકાર્ડ સાથે મોબાઈલ નંબર જોડાવામાં આવેલા હતા. આ કેમ્પેઇનમાં ૮૦ પરિવારોને જથ્થા અંગેની માહિતી આપવામાં આવી હતી. ક્ચ્છ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગના MSW ના વિદ્યાર્થીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કાર્યમાં વિસ્તારના વોર્ડ કમિટીના સભ્ય મંજુલાબેન ગોર, માહિતી મિત્ર વોલેન્ટીયર નશરીન ખત્રી સહયોગી થયા હતા. સમગ્ર કાર્ય નું આયોજન તથા વ્યવસ્થા મયુર રાઠોડના માર્ગદર્શન તળે કરવામાં આવી હતી.

 


No Comment

Comments are closed here.

Last updated on:

en_USEnglish