ભુજમાં નાગરિકો સાથે “આવો, આપણા તળાવોને ઓળખીએ” કાર્યક્રમ યોજાયો આપણી જળસંસ્કૃતિના પર્યાય સમા તળાવોના જતન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે જલ સ્રોત સ્નેહ સંવર્ધન સમિતી, એરિડ કોમ્યુનીટિસ એન્ડ ટેકનોલોજી તેમજ હોમ્સ ઇન ધ સીટિ પ્રકલ્પના સંયુક્ત ઉપક્રમે “આવો, આપણા તળાવોને ઓળખીએ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં શહેરના નાગરિકો ભુજના ૪૩ તળાવોથી અવગત થયા હતા.