કોરોના અને વાતાવરણના પલટા વચ્ચે પડકાર ભર્યું જીવન જીવતા લોકોની આપવીતિ !

કોરોના અને વાતાવરણના પલટા વચ્ચે પડકાર ભર્યું જીવન જીવતા લોકોની આપવીતિ !

આપણે સૌ આપણા ઘરમાં પરિવાર સાથે સલામત પરિસ્થિતિમાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવી રહ્યા છીએ ! એટલું જ નહિં પરંતુ કેટલાય લોકો પોતાને લાંબા સમય સુધી ઘરમાં બેસી રહેવું પડ્યું હોવાથી અનેક પ્રકારે ટીખળ અને રમૂજ પણ કરી રહ્યા છે ! પણ જે લોકો નિ:સહાય પરિસ્થિતિમાં અસલામત જીવન જીવી રહ્યા છે એમની હાલતની આપણે કલ્પના પણા કરી શકીએ તેમ નથી.

ભુજમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં અસંગઠિત ક્ષેત્રોના કામદારો વસી રહ્યા છે. ભુજમાં ચાલી રહેલા હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પની સંસ્થાના કાર્યકરો નિરંતર આ વિસ્તારોની મુલાકાત લઇ રહ્યા છે. આપણે સૌ અખબારોમાં વાંચી રહ્યા છીએ તેમ અલબત્ત અનેક દાનવીરો આ સમુદાયને રાશનકીટ અને તૈયાર ખોરાક આપી રહ્યા છે, પરંતુ આ વિસ્તારોના લોકોને મળતાં એવું લાગી રહ્યું છે કે, જે એમને મળી રહ્યું છે એ એમના પરિવાર માટે પુરતું નથી. આ સમુદાયો હજી પણ સરકાર તરફથી રોજિંદી સહાય મળે તેની રાહ જોઇ રહ્યા છે !

ભુજના ખાસરા ગ્રાઉન્ડ ખાતે રહેતા સ્થળાંતરિતોની મુલાકાત સમયે એક મજૂરે પોતાની આપવીતિ વર્ણવતાં જણાવ્યું કે, “સબ અપને ઘર મે અપને લોગોં કે સાથ સલામત હૈ, પર હમારા કોઇ ઠીકાના નહિં. હમે ભી અપને ઘરવાલોં કે પાસ જાના હૈ, લેકિન બહાર આનાજાના બંધ હૈકોઇ કામ નહિં મીલ રહા, જો પૈસે થે વો ભી પૂરે હોને કો હૈ, પતા નહિં બાકી કે દિન કૈસે બીતેંગે ?!” આ વાત માત્ર આર્થિક નહિં પણ આ સમુદાયોની સામાજિક પરિસ્થિતિનો ચિતાર આપવા માટે કાફી છે. આ મુલાકાત દરમ્યાન એમના પરિજનમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામી હોવાનું જણાયું ! અને ઉપરથી કુદતર નારાઝ હોય એ રીતે વરસાદ વિઘ્ન બન્યો !

સંસ્થાના કાર્યકરો તેમજ શહેરના સેવાભાવી નાગરિકો સતત કોઇ ને કોઇ પ્રકારની સેવાઓ પુરી પાડવાના પ્રયત્નો કરી જ રહ્યા છે પણ જો સાથે સાથે સત્વરે સરકારી સહાય પણ આ વિસ્તારોમાં પહોંચે તો તેમની તકલીફો થોડી ઓછી થાય તેમ છે.


No Comment

Comments are closed here.

Last updated on:

en_USEnglish