તારીખ ૦૨.૦૨.૧૮ ના રોજ સહજીવન,ભુજ નગરપાલિકા અને એચ.આઇ.સી સહયોગી સંસ્થા તેમજ વન વિભાગ ના સહયોગ થી ભુજ ના રેલ્વે મથક બહાર આવેલ બાવળ ઝાડી કટીંગ, તાર ફેન્સીંગ, સફાઇ કામ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી. જેમાં નગરપાલિકા ચીફ ઓફીસર સાગવાન સાહેબ, સેનેટરી અધિકારી કલ્યાણસિંહ સોઢા, સહજીવનના અર્બન વિભાગના કાર્યકર, અભિયાન, સેતૂ અર્બન ના કાર્યકરો તેમજ ભુજ બોલે છેની ટીમના સભ્યો કાર્યમાં હાજર રહયા હતા.
ભુજ પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર થતું જાય છે, તે રીતે સ્વરછતા ને પણ લક્ષ માં રાખી કામગીરી થાય તે જરૂરી છે તે હેતૂ થી આ કામ સહભાગીદારી થી કરવામાં આવ્યું. સ્વરછ–હરિયાળું ભુજ બને તે હેતુ ને સર કરવા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
.
No Comment
Comments are closed here.