ભુજમાં સુસાશનમાં વોર્ડ સમિતીની ભુમિકા બાબતે બેદિવસીય કાર્યશાળા યોજાઇ

ભુજમાં સુસાશનમાં વોર્ડ સમિતીની ભુમિકા બાબતે બેદિવસીય કાર્યશાળા યોજાઇ

સ્થાનિક સુસાશનમાં સ્થાનિક લોકોની સહભાગીતા માટે વોર્ડ સમિતી મહત્વની ભુમિકા રહેલી છે ત્યારે ભુજ શહેરમાં બનેલી વોર્ડ સમિતીઓ પોતાના હક્કઅધિકારથી અવગત થાય, તેમણે કરવાની કામગીરી વિશે માહિતગાર બને અને નગરસેવકો અને નગરપાલિકા સાથે સંકલન કરી પોતાના વોર્ડના વિકાસમાં કેવી રીતે ફાળો આપી શકે એ સંદર્ભે હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પ અંતર્ગત ભુજ અર્બન સેતુ દ્વારા બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં સદભાવના સંઘ, મુંબઇના સભ્યોએ વોર્ડ સમિતીના સભ્યોને તાલીમ આપી હતી.

૭૪મા બંધારણીય સુધારા અંતર્ગત શહેરમાં વોર્ડ સમિતીના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે અને સ્થાનિક સુસાશનના પાયામાં વોર્ડ સમિતી લોકભાગીદારી માટેનું મહત્વનું માધ્યમ કહેવાયું છે. સદભાવના સંઘ, મુંબઇથી આવેલાં વર્ષાતાઇએ કાર્યશાળામાં જોડાયેલા વોર્ડ સમિતીના સભ્યોને જણાવ્યું હતું કે દરેક વોર્ડ સમિતીના સભ્યોએ ભારતનું સંવિધાન અને નગરપાલિકાના કાયદાઓની નોંધપોથી પોતાના ઘરે વસાવવી જોઇએ અને તેનો અભ્યાસ કરી સમિતીની કામગીરી વિશે માહિતી મેળવવી જોઇએ. જ્યાર સુધી આપણે કાયદાઓથી અવગત ના હોઇએ ત્યાં સુધી સાચી દિશા નહિં મળે. એકબીજા પર દોષારોપણ ન કરતાં માનસિકતા બદલીને પોતે શું કરી શકે એ વિચારવાની જરૂર છે. વર્ષાતાઇએ ઉમેર્યું હતું કે, વોર્ડ સમિતીના સભ્યોએ નગરપાલિકાનું બંધારણ, કાર્યો જાણવા, કાઉન્સીલર્સ, ચીફ ઓફિસર સાથે સતત બેઠકો કરવી, વોર્ડના નાગરિકો સાથે જાહેરસભાઓ કરવી અને વોર્ડ સમિતીની કામગીરીનું પેમ્ફલેટ બનાવી વોર્ડમાં વિતરીત કરી પોતાની કામગીરીનો વ્યાપ વધારવા સાથે પોતાના અસ્તિત્વને છતું કરવાની જરૂર છે તેમજ સમિતીની દરેક બેઠકોનું દસ્તાવેજીકરણ કરી તેનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવો જોઇએ. અન્ય વક્તા ક્રિષ્નકાંતજીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વોર્ડ સમિતીને માન્યતા નથી મળતી ત્યાં સુધી બેસી રહેવાની જરૂર નથી. કેમ કે માન્યતા ભલે નથી મળી પણ આપણા વિકાસ આયોજનના પ્રસ્તાવો, આવેદન પત્રો જેવા દસ્તાવેજોના સ્વરૂપે તો વોર્ડ સમિતીની હાજરી નગરપાલિકામાં છે જ ! ભુજના જે વોર્ડમાં સમિતી બનેલી છે તેના સભ્યો અને નગરસેવકો સાથે મળી નગરપાલિકા સાથે મળી શહેરમાં વોર્ડ સમિતીને માન્યતા મળે એ માટે ઠરાવ પસાર કરાવે અને રાજ્ય સરકાર સમક્ષ સ્પષ્ટ રજૂઆત થાય એ જરૂરી છે. કાયદામાં શું લખ્યું છે એ જાણીને અટકવાનું નથી પણ એક નાગરિક તરીકેની ફરજ બજાવવાની છે. મુંબઇની વોર્ડ સમિતીઓ સાથેના અનુભવો વર્ણવતાં શ્રુતિબહેને જણાવ્યું હતું કે, ધારાવી જેવા વિશાળ વિસ્તારોમાં પણ વોર્ડ સમિતીઓ વોર્ડના વિકાસ માટે સક્રિય ભુમિકા ભજવે છે ત્યારે ભુજની વોર્ડ સમિતીઓ પણ પોતાના વોર્ડમાં શું જરૂરી વિકાસ કાર્યો છે તેનું આકલન કરે અને નગરપાલિકા સમક્ષ રજૂ કરે.

ભુજના કાસીયાઅને એકમભવનમાં આયોજિત બે દિવસીય કાર્યશાળામાં વોર્ડ ૧, , , ૮ અને ૧૧ની વોર્ડ સમિતીના સભ્યો તેમજ મનુભા જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, મનિષાબેન સોલંકી, આયશુબેન સમા, સમા સીધિક હુસેન, રાજેશભાઇ ભીલ અને કાસમ સુલેમાન સહિતના નગરસેવકો તેમજ એચઆઇસીના ડાયરેક્ટર અસિમ મિશ્રા અને પ્રાચી પટેલ જોડાયા હતા અને ચર્ચામાં સહભાગી બન્યા હતા. અર્બન સેતુના ભાવસિંહ ખેર, વિશ્રામ વાઘેલા, આશા મહેશ્વરી, મહમદ લાખા, વિનોદ પરગડુ સહિત સભ્યોએ કાર્યશાળાનું સંકલન કર્યું હતું.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati