ભુજમાં શરુ થયેલા ઢોરવાડાના પશુઓનું રસીકરણ કરાયું

ભુજમાં શરુ થયેલા ઢોરવાડાના પશુઓનું રસીકરણ કરાયું

ભુજમાં શહેરમાં ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠનઅને પશુપાલન વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ ઢોરવાળાના પશુઓનું તાજેતરમાં રસીકરણ કરવામાં આવ્યું હતું.

એક તરફ કચ્છમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે પશુપાલકોને પોતાના પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે ! માલધારીઓની આવી પરિસ્થિતિમાં ભુજ શહેરમાં પશુઓ માટે એક ઢોરવાડો શરુ કરવામાં આવ્યો છે જે પશુઓ સાથે માલધારીઓ માટે પણ ઉપયોગી નીવડી રહ્યો છે. તાજેતરમાં આ ઢોરવાડામાં રહેલાં ૯૯૯ જેટલા પશુઓને FMD એટલે કે ખરવામોવા નામનો રોગ ન થાય એ માટેની રસી મુકવામાં આવી હતી. આ રસીકરણ કાર્યક્રમમાં પશુપાલન વિભાગના ડોક્ટર એચ.એમ. ઠક્કર સાહેબની દેખરેખમાં ડીએમએફ સ્ટાફના ડોક્ટર દિનેશભાઇ યાદવ, જિગ્નેશભાઇ તથા દીપકભાઇએ સહકાર આપ્યો હતો તેવું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati