શહેરને ‘ક્લાઇમેટ સસ્ટેઇન’ કરવામાં યુવાનોની સહભાગીતા અનિવાર્ય

શહેરને ‘ક્લાઇમેટ સસ્ટેઇન’ કરવામાં યુવાનોની સહભાગીતા અનિવાર્ય

પર્યાવરણ આધારિત પ્રયોગો અને સમાધાનો દ્વારા શહેરી પર્યાવરણને ટકાઉ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજમાં આયોજિત બે દિવસીય અર્બન સસ્ટેઇનેબીલીટી મેલાના બીજા દિવસે પાણી, ખોરાક અને ઉર્જા સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આગામી દિશાની રણનીતિ વિશે વિચારો રજૂ કરાયા હતા.

પ્રથમ સત્રમાં જળ સંરક્ષણ અને ભુગર્ભજળ રીચાર્જ વિશે સુજલામ‘(અમદાવાદ), ઉર્ધ્વમ(પુને), ‘BIOME’ (બેંગ્લોર) , ACWADAM (પુને) તેમજ એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજિસ‘(ભુજ)ના પ્રતિનિધિઓએ ગહન ચર્ચા કરી હતી જેમાં કેવા પ્રકારના ઇન્નોવેશન કરવામાં આવે જેના કારણે આપણા શહેરો પાણી માટે સ્વાવલંબી અને સક્ષમ બની શકે એ વિષય પર ચર્ચાવિચારણા કરવામાં આવી. બીજી તરફ બીજા સત્રમાં પરંપરાગત ખોરાક અને જીવનશૈલી ચર્ચાનો મુખ્ય વિષય રહ્યો હતો. ‘ટ્રાઇબલ તડકા‘(મુંબઇ), ‘વિકાસ સહયોગ પ્રતિષ્ઠાન‘(મુંબઇ) તેમજ રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઇ સોલંકી જોડાયા હતા. શુદ્ધ ખાનપાન, વ્યવહારો, જૈવિકપ્રાકૃતિક રહેણીકરણીને કેવી રીતે ઘર અને સમાજમાં અપનાવી શકાય એ વિશે ચર્ચા થઇ હતી. મનોજભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે વિકાસ એવો હોવો જોઇએ કે જેના કારણે હવાપાણી પ્રદુષિત ન થવા જોઇએ.

અંતીમ સત્રમાં ઉર્જા સંરક્ષણનો મુદ્દો ચર્ચાયો હતો. હૈદ્રાબાદના હાઇબ્રીડ એનર્જી સોલ્યુસન્સ પ્રા.લિ. દ્વારા સૌર ઉર્જા માત્ર ઘરેલુ ઉપયોગમાં જ નહીં પરંતુ તેના દ્વારા ફુડ કેફે, બેકરી જેવાં માધ્યમો પણ ચલાવી શકાય છે. આ કંપનીએ વાઘબકરી સાથે ટાઇઅપ કર્યું છે અને હવે તેઓ સૌરઉર્જા સંચાલિત ચાની કિટલી પણ ચલાવશે તેવું પ્રતિનિધિએ ઉમેર્યું હતું. મુંબઇના વિલાસ થુબેએ સોલાર પેનલ્સ વિશે સમજાવ્યું હતું કે આ પેનલ ખરીદતી વખતે અલબત્ત ખર્ચાળ લાગે છે પરંતુ ટુંક સમયમાં તેનું વળતર મળતું હોય છે તેમજ જો એક ટનની પેનલ લગાવવામાં આવે તો ૫૦ વૃક્ષો કપાતાં બચાવી શકાય એટલી ઉર્જાની બચત શક્ય છે

બે દિવસીય મેળાના સમાપને એચઆઇસીના માર્ગદર્શક સંદીપભાઇ વીરમાણીએ સહભાગીઓના આયોજન વિશે મંતવ્યો લીધાં હતાં તેમજ આગામી દિશા નક્કી કરાઇ હતી. રામદેવનગરના હંસાબેને પોતાના ઘેર સોલાર પેનલ લગાવી અન્યો માટે ઉદાહરણરૂપ બનવા તૈયારી દર્શાવી હતી. ખાસ કરીને આવતી કાલે યુવાનો પર જવાબદારી આવશે ત્યારે દરેક સ્તરે યુવાનોને જોડવાની હિમાયત કરાઇ હતી. જે રીતે ફેમીલી ડોક્ટર હોય એ જ રીતે ફેમીલી ફાર્મરઅને ફેમીલી વેસ્ટપીકર્સહોવા જોઇએ એવી ચર્ચા થઇ હતી. ભુજ શહેરને ક્લાઇમેટ સસ્ટેઇન બનાવવા માટે સૌએ સંગઠિત બની વર્ક ચાર્ટર તૈયાર કરવું પડશે એ ચર્ચાના અંતે નિયત કરાયું હતું.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati