ભુજની લાલન કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં અદ્યતન સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીન મુકાયું

ભુજની લાલન કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં અદ્યતન સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીન મુકાયું

ભુજની આર આર લાલન કોલેજ ખાતે સહજિવનસંસ્થાના સહયોગથી વુનમ ડેવલપમેન્ટ કાઉન્સિલના નેજા હેઠળ સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીનની અર્પણવિધિનો કાર્યક્રમ યોજાયો હતો.

કોલેજના ગર્લ્સ હોસ્ટેલ ખાતે મુકાયેલા સેનેટરી નેપકીન ડિસ્ટ્રોય મશીનનું મહેમાનોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. મહિલાઓ માટે ખરેખર ઉપયોગી એવા આ મશીનના અર્પણ સમારોહના અતિથિવિશેષ પદે ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં. કોલેજના આચાર્ય પરેશભાઇ રાવલે આભાર માનતાં અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ગોદાવરીબેન ઠક્કર, રેશ્માબેન ઝવેરી, જિજ્ઞાબેન ઠક્કર, બિંદીયાબેન ઠક્કર તેમજ સુશીલાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યાં હતાં.

મશીન માટે ભુજની સહજિવન સંસ્થાનો સહયોગ સાંપડ્યો હતો. આ સહયોગી સંસ્થાના ધર્મેશભાઇ અંતાણી તેમજ સ્વમાન સંસ્થાના કેવલભાઇ છાયા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. ચૈતાલીબેન ઠક્કરે કર્યું હતું.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati