રાજીવ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ રામદેવનગર બનશે નંદનવન.

રાજીવ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ રામદેવનગર બનશે નંદનવન.

ત્રણ વર્ષ પહેલા ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર કે જે રાજીવ આવાસ યોજના અંતર્ગત અત્યારે રામદેવનગર નો આકાર લઇ રહ્યુ છે ત્યાના રહેવાસીઓએ વિસ્તારને વૃક્ષારોપણ દ્વારા હરિયાળું નગર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

મહિલાઓ, યુવાનો તથા બાળકો એ જુદી જુદી જાતના વૃક્ષોનું વાવેતર કરી તેની સંભાળ લેવાનું નક્કી કર્યુ છે. ઘરની આસપાસ ઔષધીય વૃક્ષો જેવા કે અરડુશી, તુલસી, સર્પગંધા તેમજ સુન્દર મજાના ફૂલો ધરાવતા સ્થાનિક વૃક્ષોનુ વાવેતર કર્યું છે. તથા જાહેર જગ્યા જેમકે ચોક, આંગણવાડી, તેમજ રસ્તા ની આસપાસ મોટા ઝાડ વાવવાનું નક્કી કર્યું છે.અને દરેક ઝાડને ત્યાના બાળકોએ દતક લેવાનું આયોજન કરેલ છે. બહેનો દ્વારા રસોડાના ઉપયોગમાં આવતી વનસ્પતિઓ જેવી કે મીઠો લીમડો, સરગવો, ફુદીના વગેરે વાવેતર કરી કિચન ગાર્ડન પણ બનાવ્યું છે.

રામદેવનગરના સ્થાનિક હંશાબેન એ હોમ્સ ઇન ધી સીટી પ્રોગ્રામ અંતર્ગત ત્યાના રહેવાસીઓને એકઠા કરી વનસ્પતિના જાણકાર વ્યક્તિના સહયોગ દ્વારા વૃક્ષો ના ઉપયોગ અને પર્યાવરણમાં તેની જરૂરિયાત અંગે માહિતી પણ આપી છે. રહેવાસીઓએ પોતાની કળાથી વૃક્ષની ફરતે તેના રક્ષણ માટે વૃક્ષ રક્ષક પણ બનાવ્યું છે. જેથી આવતા જતા પશુઓથી વૃક્ષ ને બચાવી શકાયઆમ રામદેવનગર ના રહેવાસીઓ તરફથી શહેરના અન્ય શહેરીજનો એ પણ શીખ લેવી જોઈએ.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati