‘પર્યાવરણ દિવસ’ સંદર્ભે સહજીવન ખાતે પર્યાવરણીય હિમાયતી જુથની બેઠક મળી

‘પર્યાવરણ દિવસ’ સંદર્ભે સહજીવન ખાતે પર્યાવરણીય હિમાયતી જુથની બેઠક મળી

પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે તાજેતરમાં સહજીવન સંસ્થા ખાતે પર્યાવરણીય હિમાયતી જુથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં ચર્ચા થઇ હતી કે, ૫મી જુને ભુજના હમીરસર તળાવ પાસે સ્વચ્છતા અને પર્યાવરણ સંદર્ભની કેટલીક ફિલ્મ મોટા સ્ક્રીન પર સાંજે ૭:૩૦ થી ૯:૩૦ દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવે જેથી જાહેર જનતાને પર્યાવરણ જાળવણીનો સંદેશ પહોંચાડી શકાય. તેમજ આ સંદર્ભે એવું નિશ્ચિત કરાયું હતું કે ૧૫મી જુનથી દરેક વોર્ડમાં કાઉન્સીલરને સાથે રાખી કચરા વર્ગીકરણ અંગે જનજાગૃતીની બેઠકો યોજવી.

આ બેઠકમાં નગરપાલિકાના સક્રિય નગરસેવક ગોદાવરીબેન, રેશ્માબેન, જિજ્ઞાબેન, બિંદીયાબેન તેમજ પર્યાવરણીય હિમાયતી જુથના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati