કચ્છ મહિલા વિકાસ સંગઠનના “સંવેદના ગ્રુપ”માં જોડાયેલી ગણીકા બહેનોને પૂજ્ય મોરારી બાપુ દ્વારા રાશન અને રોકડ સહાય આપવામાં આવી

કચ્છ મહિલા વિકાસ સંગઠનના “સંવેદના ગ્રુપ”માં જોડાયેલી ગણીકા બહેનોને પૂજ્ય મોરારી બાપુ દ્વારા રાશન અને રોકડ સહાય આપવામાં આવી

કચ્છ મહિલા વિકાસ સંગઠન લાંબા સમયથી ભુજ શહેરમાં ગણીકાના વ્યવસાયમાં જોડાયેલી બહેનો સાથે કાર્યરત છે અને તેમના સામાજિક, શારીરિક અને માનસિક પ્રશ્નોના સમાધાન માટે ડ્રોપિંગ સેન્ટર પણ ચલાવે છે. સંસ્થાનો સહયોગ લેતી આવી બહેનોને કચ્છ મહિલા વિકાસ સંગઠનની મધ્યસ્થી દ્વારા પ્રખર રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા કચ્છની ૧૦૦ ગણીકા મહિલાઓને રાશન કીટ અને રોકડ સહાય આપવામાં આવી છે.

પૂ. મોરારી બાપુ જેમને તલગાજરડાની દિકરી કહે છે તેવી ભુજની કચ્છ મહિલા વિકાસ સંગઠન સંસ્થા સાથે જોડાયેલી ૧૦૦ ગણીકા બહેનોને સંસ્થાના જિજ્ઞાબેન ગોર અને વાયબલના ઘનશ્યામભાઇ સહાયતાથી બાપુ તરફથી રાશન કીટ અને ૫૦૦ રૂપિયાની રોકડ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેએમવીએસ સંસ્થા દ્વારા કચ્છની ૧૮૦ ગણીકા બહેનો માટે સંવેદના ગ્રુપનામથી સહયોગ પુરો પાડવામાં આવે છે. અગાઉ પણ મોરારી બાપુ દ્વારા ગણીકા બહેનોને આર્થિક સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો. મોરારી બાપુ અને વાયબલના ઘનશ્યામભાઇ, ડો. મિલીન્દ જોષી, રિશી જોષી સાથે સંકલનની જવાબદારી સંસ્થા સંભાળી રહી છે. તેમજ આ પ્રકારની સહાય અપાવતી વખતે કચ્છની ૧૮૦માંથી કઇ બહેનો જરૂરતમંદ છે તેનો સરવે કરીને તેમનું લીસ્ટ તૈયાર કરીને દાતાઓ સાથે સંસ્થા દ્વારા સંકલન કરવામાં આવે છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati