કોરોના મહામારીમાં ભુજના સ્થળાંતરીત પરિવારો માટે સહાયરૂપ બની સંસ્થા

કોરોના મહામારીમાં ભુજના સ્થળાંતરીત પરિવારો માટે સહાયરૂપ બની સંસ્થા

લોકડાઉનની પરિસ્થિતિમાં ભુજના વિવિધ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને કેવા પ્રકારની સહાય અનિવાર્યતા છે તેનું આકલન કરવા માટે સૌ પ્રથમ ભુજના ખાસરા ગ્રાઉન્ડ, લેવા પટેલ વિસ્તાર, આરટીઓ, મામલતદાર કચેરી વિસ્તાર, રવિ ટોકિઝ, દેશલસર સહિત વિસ્તારોમાં વસતા સ્થળાંતરિત પરિવારો અને ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારોની મુલાકાત લઇ તેમની જરૂરીયાતોનું આકલન કરવામાં આવ્યું. એ જ રીતે ફરી એકવાર ૧૫ દિવસના અંતરે બીજી વખત આકલનની પ્રક્રિયા કરવામાં આવી.

  • ભુજ વેપારી મંડળના સહકારથી ભુજના ૨૦૦ સ્થળાંતરિત પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

  • એચઆઇસી નેટવર્કની સંસ્થાઓ, કચ્છ નવનિર્માણ અભિયાન તેમજ ખમીર સંસ્થાના સહયોગથી ૧૭૦ અન્ય મજદૂર પરિવારોને રાશનકીટ વિતરીત કરાઇ.

  • ભુજના વિવિધ વિસ્તારો રવિ સિનેમા, ગાંધીનગરી અને ભીમરાવનગરમાં પણ વેપારી મંડળના સહયોગથી ૧૬ જેટલા વંચિત પરિવારોની ઓળખ કરી રાશનકીટ આપવામાં આવી.

  • કેએમવીએસના સહયોગથી ૧૭૦ જેટલા વંચિત અને સ્થળાંતરિત પરિવારોને રોકડ સહાય પુરી પાડવામાં આવી.

  • આડેસર વિસ્તારના ૫૧ અગરિયા પરિવારોને કેએમવીએસના સહયોગથી રોકડ સહાય પહોંચાડી. અન્ય ૨૮ જેટલા વિકલાંગ અને જરૂરતમંદ પરિવારોને પણ રોકડ સહાય કરવામાં આવી.

  • વિસ્તાર વાર શ્રમિકોનું લીસ્ટ તૈયાર કરી તંત્ર સાથે સંકલન કરી ૩૦૦ શ્રમિક પરિવારોને અન્ન બ્રહ્મ યોજનાહેઠળ રાશનનો લાભ અપાવવામાં આવ્યો.

  • શ્રમિકોના બેંક અને આધારકાર્ડની માહિતી પુરી કરાવી ૨૦ શ્રમિકોની બીઓસીડબલ્યુ રજીસ્ટરમાં નોંધણી કરાવી.

  • ભુજના જે સ્થળાંતરિત પરિવારો પોતાના વતન જવા ઇચ્છતા હતા એવા પરિવારો માટે મામલતદાર સાથે સંકલન કરવા સાથે ગાંધીધામથી ઉપડતી ટ્રેન સુધી પરિવારોને પહોંચાડવા સહિતની કામગીરી.

  • જનવિકાસ દ્વારા ઝારખંડના શ્રમિકો માટે ઉભી કરાયેલી ઓનલાઇન સેવામાં વોલેન્ટીયર તરીકે જોડાઇ એક કંટ્રોલ રૂમ તરીકે વિવિધ જગ્યાએ અટવાયેલા ૧૦ જેટલા શ્રમિક ગ્રુપોને વિવિધ માહિતીઓ પુરી પાડી તેમજ પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે સંકલન કર્યું.

  • અલગ અલગ રાજ્યો એમપી, બિહાર, યુપી, રાજસ્થાન, ઝારખંડના શ્રમિકોની માહિતી સાથે પ્રયાસ‘, ‘જનવિકાસ‘, ‘TISS’, ‘આજીવિકાતેમજ અન્ય જુથો સાથે સંકલન કરવામાં આવ્યું.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati