ભુજના સ્થળાંતરીત પરિવારોને સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર સુકું રાશન પુરૂં પાડવા  કલેક્ટર સમક્ષ રજૂઆત

ભુજના સ્થળાંતરીત પરિવારોને સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર સુકું રાશન પુરૂં પાડવા કલેક્ટર સમક્ષ રજૂઆત

સ્થળાંતરીત પરિવારોને લોકડાઉનના સમયમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ મુજબ સુકું રાશન પુરૂં પાડવામાં આવે એ સંદર્ભે ભુજ નિર્માણસાથી સંગઠનદ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સહયોગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગત તારીખ ૨૪/૦૫/૨૦૨૧ના રોજ સ્થળાંતરીત મજદુરોની સમસ્યાઓ અને મુસીબતોના સંદર્ભમાં સુઓ મોટો પીટિશન (સીવિલ) નં. (એસ)./૨૦૨૦ અંતર્ગત સુપ્રિમ કોર્ટ તરફથી ચુકાદાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ અન્વયે મુદ્દા ક્રમાંક ૧૩માં સુપ્રિમ કોર્ટ દ્વારા દરેક રાજ્યો પાસેથી માહિતી માંગવામાં આવી છે કે દરેક રાજ્યમાં સ્થળાંતરીત મજદુરોને સુકું રાશન કેવી રીતે પુરૂં પાડશે તેમજ દરેક રાજ્યએ સ્થળાંતરીત મજદુરોને અને જેમની પાસે રાશન કાર્ડ ના હોય તેમને પણ ડ્રાય રાશન આપવું જ પડશે તેવું ફરજીયાત પણ કર્યું છે. અન્ય મુદ્દા ક્રમાંક ૧૪માં સુપ્રિમ કોર્ટે નોંધ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૬ એપ્રિલ ૨૦૨૦ના રોજ વન નેશન વન રાશનકાર્ડયોજનામાં સ્થળાંતરીત મજુરોને સાંકળીને રાશન આપવાની જાહેરાત કરી હતી. તદુપરાંત મુદ્દા ક્રમાંક ૧૫ અન્વયે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સ્થાળાંતરીત મજુરો રાજ્યમાં જ્યાં પણ હોય ત્યાં તેમને આત્મનિર્ભર યોજનાઅથવા રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય યોજના હેઠળ સુકું રાશન પુરૂં પાડવામાં આવે.

આ આવેદનપત્રમાં ઉલ્લેખવામાં આવ્યું હતું કે, ભુજ શહેરના ૯ વિસ્તારોમાં કુલ્લ ૧૩૬ સ્થળાંતરીત પરિવારો વસવાટ કરી રહ્યા છે. કોરોના મહામારીના પગલે શહેરમાં લાગુ પડેલા આંશિક લોકડાઉનના પરિણામે અનેક સ્થળાંતરીત પરિવારોને રાશનની તીવ્ર જરૂરીયાત છે. આ પરિસ્થિતિમાં આ પરિવારોને સત્વરે રાશન મળી રહે એ માટે મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ભુજના સ્થળાંતરીત પરિવારોના જીવન ધોરણને ઉંચું લાવવા માટે કાર્યરત ભુજ નિર્માણસાથી સંગઠનતંત્રને પુરતો સહયોગ પુરો પાડશે તેની ખાતરી આપવામાં આવી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati