ભુજના શ્રમિકોના ઝુંપડાંમાં પ્રકાશ પાથરવામાં આવ્યો !

ભુજના શ્રમિકોના ઝુંપડાંમાં પ્રકાશ પાથરવામાં આવ્યો !

ભુજ શહેરમાં અનેક અગવડતાઓ વચ્ચે રહેતા સ્થળાંતરીત શ્રમિકોના પરિવારોના ઝુંપડાઓમાં પ્રકાશ પાથરવાની પ્રસંશનીય કામગીરી ભુજમાં ચાલતા પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિદ્વારા કરવામાં આવી છે જેમાં ૫૦ જેટલા પરિવારોને સોલાર લાઇટ આપવામાં આવી છે.

શહેરમાં વસેલા શ્રમિકો માટે હોમ્સ ઇન ધ સીટિ“(એચઆઇસી) પ્રકલ્પ અંતર્ગત અર્બન સેતુ ટીમ લાંબા સમયથી કાર્યરત છે અને તેમના હક્ક અધિકાર અને પ્રાથમિક સુવિધાઓ માટે સહયોગ પુરી પાડી રહી છે. ભુજીયાની તળેટીથી નગરપાલિકા દ્વારા ખસેડવામાં આવ્યા બાદ શ્રમિક પરિવારોને શહેરના ખાસરા ગ્રાઉન્ડમાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ પરિવારો માટે પાણી અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી પરંતુ મજૂરી કામ કરીને પરત ફરેલા મજૂરો માટે રાતના સમયે રસોઇ અને અન્ય કામ કરવામાં પડતી તકલીફના સમાધાન માટે સૌ પ્રથમ ખાસરામાં સોલાર પ્લાન્ટ બેસાડવાનું વિચારવામાં આવ્યું. પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વ્યક્તિગત લાઇટની વ્યવસ્થા થાય તો ઉપયોગી બને એવું જણાયું. કચ્છમાં ક્યાંય પણ વ્યક્તિગત ઉપયોગમાં આવે એવી સોલાર લાઇટ ઉપલબ્ધ ન હોવાથી પુના, કેરેલા તેમજ અમદાવાદ સાથે સંકલન કરવામાં આવ્યું.

અમદાવાદની સેવા સંસ્થા સાથે સોલાર લાઇટ માટેનું સંકલન થયું અને એમની સાથે વીડિયો કોલ કરી શ્રમિકોની પરિસ્થિતિ દર્શાવી તેમને અનુકુળ થાય એવી લાઇટ ખરીદવાનું નક્કી કરાયું. શ્રમિકો પણ પોતાની જવાબદારી સમજે એ હેતુ સાથે લોકફાળા સ્વરુપે એક લાઇટ પેટે ૫૦૦ રૂપિયા લઇ કુલ્લ ૧૭૯૯ રૂપિયાનિ સોલાર લાઇટ ખાસરા, લેવા પટેલ અને આરટીઓ સાઇટના ૫૦ પરિવારોને સોંપવામાં આવી. તેમજ દરેક લાભાર્થી સાથે સહમતિપત્ર તૈયાર કરાયું જેમાં એક વર્ષ સુધી લાભાર્થી પોતે જ તેનો વપરાશ કરશે, વેંચશે નહિં અને એક વર્ષ પછી તેનો રીપેરીંગ ખર્ચ જાતે ઉઠાવશે. સોલારથી રિચાર્જ થતી આ લાઇટમાં મોબાઇલ ચાર્જીંગની સુવિધા હોવાથી શ્રમિકો ૫ રૂપિયા ખર્ચીને દુકાનોમાં મોબાઇલ ચાર્જીંગ કરાવતા એ ખર્ચમાંથી પણ તેમને છુટકારો મળ્યો છે. હજુ પણ આ વિસ્તારોના શ્રમિકોમાંથી સોલાર લાઇટની માંગ આવી રહી છે એ મુજબ લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવું અર્બન સેતુના કરમણભાઇ મારવાડાની યાદીમાં જણાવાયું છે.

હમારે જીવનમે ઉજીયારા આ ગયા !

બીના લાઇટકે બહુત તકલીફ હોતી થી, રાત કો નીચે સોને ભી ડર લગતા થા. જબ સે યે સોલાર લાઇટ મીલી હૈ તબ સે કાફી તકલીફે દુર હો ગઇ હૈ. પુરા છે સે આઠ ઘંટા લાઇટ ચલતી હૈ, ખાના પકાતે હૈ, ખાતે હૈ ઔર રાત કો ભી લાઇટ ચાલુ રખકે સોતે હૈ. ઔર મોબાઇલ ભી લાઇટ સે હી ચાર્જ હો જાતા હૈ. સહી બતાઉં તો હમારે જીવનમે હી ઉજીયારા આ ગયા હૈ !

શંભુભાઇ (શ્રમિક આરટીઓ સાઇટ)


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati