ભુજમાં “કચ્છ મહિલા વિકાસ સંગઠન” દ્વારા સહિયરોના ૩૦ વર્ષની સફર વર્ણવતો કાર્યક્રમ યોજાયો

ભુજમાં “કચ્છ મહિલા વિકાસ સંગઠન” દ્વારા સહિયરોના ૩૦ વર્ષની સફર વર્ણવતો કાર્યક્રમ યોજાયો

અનેક વિસ્તારોમાં બહેનો સાથે કામગીરીના અનુભવ કર્યા છે પરંતુ ભુજ અને કચ્છની બહેનોમાં જે ખમીર, ખુમારી, ઉત્સાહ અને ઉમંગ છે એ ક્યાંય નથી જોયું ! અને આ બધું જ આભારી છે ભુજમાં ૩૦ વર્ષથી કાર્યરત મહિલા ઉત્કર્ષ કરતી સંસ્થા કચ્છ મહિલા વિકાસ સંગઠનને !” આવો ભાવ કચ્છમાં તાજેતરમાં આવેલાં આસીસ્ટન્ટ કલેક્ટર અર્પણામેડમે કચ્છ મહિલા વિકાસ સંગઠનના ૩૦ વર્ષની ઉજવણી પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વ્યક્ત કર્યો હતો. કચ્છની આઠ સોથી પણ વધારે બહેનોની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કચ્છ મહિલા વિકાસ સંગઠનસંસ્થા દ્વારા ૩૦ વર્ષની યાત્રાને વાગોળતો એક ઉજવણી કાર્યક્રમનું આયોજન થયું !

પ્રારંભમાં સંસ્થાના નવતર પ્રયોગ દ્વારા તૈયાર થયેલી કિશોરીઓની છકડા રેસનું રસપ્રદ આયોજન કરાયું હતું જેમાં ચારેય સ્પર્ધકોને આસીસ્ટન્ટ કલેક્ટર અર્પણામેડમ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. કચ્છના દરેક તાલુકાઓમાંથી ઉપસ્થિત મહિલા પ્રતિનિધિઓએ મહેમાનો સાથે દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો. કચ્છ મહિલા વિકાસ સંગઠનના ડાયરેક્ટર અરુણાબેન ધોળકિયાએ પ્રસંગ પરિચય કરાવતાં જણાવ્યું હતું કે, આજે જો આ કાર્યક્રમ શક્ય બન્યો હોય તો એ કચ્છની બહેનોના સાથ અને સહકારને કારણે છે. સંગઠનના ૩૦ વર્ષની યાત્રામાં કચ્છની ૩૦ હજાર બહેનો જોડાઇ અને સંસ્થાના પ્રયાસોને સાર્થક સ્વરુપ આપ્યું. આ અવસરે આસીસ્ટન્ટ કલેક્ટર અર્પણામેડમે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં વાત મુકી હતી કે, સંસ્થાની ૩૦ વર્ષની દાદ માંગી લેતી કામગીરીને મારા સલામ છે. આપણે સૌ એક જ વિચાર મહિલાને સમાન ન્યાયમાટે લડીએ છીએ ભલે પછી એ સરકારમાં રહીને હોય કે સમાજમાં !

સંગઠનની ૩૦ વર્ષની યાત્રાને દેવલબેન ગઢવી, વાલબાઇ ગઢવી તેમજ ક્રિષ્નાબેન ગઢવીએ સ્વરચિત ગીતના માધ્યમે રજૂ કરી સૌને સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે ઉત્કંઠા ધોળકિયા અને સુરેશભાઇ બીજલાણી લિખિત નાટિકા સફર સંગઠનનીની રસપ્રદ રજૂઆત સંગઠનમાં જોડાયેલી બહેનોએ કરી હતી જેમાં વૈશાલીબેન સોલંકીનું માર્ગદર્શન મળ્યું હતું. “કુંજલ પાંજે કચ્છજીરેડિયો શ્રેણીની વાતો તાજી કરાવાઇ હતી. નાટિકા સાથે રાધાબેન ગરવા, હકીમાબેન, નંદુબા, ફાતમાબેન સહિત પ્રતિનિધિઓએ પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

સંગઠનની ૩૦ વર્ષની યાત્રામાં બહેનોની સમસ્યા, પ્રશ્નોને સંવેદનશીલતા સાથે સમજનાર અને બહેનો માટે સદાય પીઠબળ પુરું પાડનાર લીલાધરભાઇ ગડા અધાઅને લાલભાઇ રાંભિયાને સંગઠનની બહેનોએ સન્માનિત કર્યા હતા. સંગઠનના પાયાના સ્થાપકો સુષ્માબેન આયંગર, લતાબેન સચદે, અલ્કાબેન જાની અને પ્રિતિબેન સોનીને બહેનોએ પોતાની લાગણી વ્યક્ત કરતા શબ્દોમાં લિખિત સન્માનપત્ર આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે ૯૦૯૧ના સમયથી સંગઠનના અભિન્ન અંગ તરીકે જોડાયેલી પંદર જેટલી બહેનોનો ખાસ સત્કાર કરવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં સંદીપભાઇ વીરમાણી, મહાવીરભાઇ આચાર્ય, “કચ્છમિત્રના તંત્રી દિપકભાઇ માંકદ, કિર્તીભાઇ ખત્રી, અરુણભાઇ વચ્છરાજાનિ, અંબરીશભાઇ દુબે, પંકજભાઇ જોષી, મનિષભાઇ આચાર્ય, અમીબેન શ્રોફ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભુજની સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. સંચાલન ભારતીબેન ગોરે તેમજ વ્યવસ્થા સંગઠનના સભ્યોએ સંભાળી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati