ભુજમાં વસતા સ્થાળાંતરિત પરિવારો માટે પાયાની સુવિધાઓ પુરી પાડવા સાથે કોરોનાના સમયમાં તેમના બાળકો અને મહિલાઓના આયોગ્ય વિશે ચિંતા સેવીને અર્બન સેતુ દ્વારા તેમના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી.
ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાળાંતરિત શ્રમિકો પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે. તેમના માટે અર્બન સેતુની ટીમે વિવિધ વિભાગો સાથે સંકલન કરી સ્ટ્રીટ લાઇટ અને પાણીની સગવડો તો ઉપલબ્ધ કરાવી પરંતુ કોરોનાના સમયમાં આ વિસ્તારના ખાસ કરીને બાળકો અને મહિલાઓનું આરોગ્ય સુરક્ષિત રહે એ માટે આરોગ્યની નિયમિત સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ટીમ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરાવવામાં આવ્યું. અર્બન સેતુ ટીમના રૂકિયાબેન જત અને આંગણવાડી કાર્યકર નંદિનીબેન ઠક્કર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી, અર્બન હેલ્થ સેન્ટર, આશા વર્કર્સ, નર્સ બહેનો વગેરે સાથે મુલાકાતો કરી શ્રમિકોના વિસ્તારોમાં આરોગ્યની સુવિધા માટે વાત મુકવામાં આવી. આ સંકલનના પરિણામે અર્બન હેલ્થ સેન્ટરના નર્સ બહેન દ્વારા નિયમિત રીતે સમયાંતરે શ્રમિકોના રહેણાંક વિસ્તારોમાં હેલ્થ ચેકઅપની સુવિધા શરૂ કરવામાં આવી જેમાં બાળકો અને મહિલાઓનું ચેકઅપ કરી જરૂરી દવાઓ પણ પુરી પાડવામાં આવે છે. આરટીઓ, લેવા પટેલ તેમજ ખાસરા વિસ્તારના આંગણવાડીના ૭૦ જેટલા બાળકો અને મહિલાઓ આરોગ્ય સુવિધાનો લાભ લઇ રહ્યા છે.
No Comment
Comments are closed here.