પર્યાવરણ અને કચરા વ્યવસ્થાપન સંદર્ભે ભુજમાં કાર્યરત સંસ્થા ‘સહજિવન‘ને વર્ષોની કામગીરી બાદ પણ સંતોષકારક પરિણામ મળ્યું હોય તેવું ના લાગતાં સંસ્થાએ એ અંગે માર્ગદર્શન લેવાનું વિચાર્યું. આ વિચારના પગલે ભારત સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કારોબારી સમિતીના સદસ્યા શ્રીમતિ અલમિત્રાબેન પટેલ સાથે ભુજ ખાતે ગોષ્ઠિ કરાઇ હતી. શ્રીમતિ પટેલ છેલ્લા ૩૦ વર્ષથી નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોમાં કચરા નિકાલ અને વ્યવસ્થાપન અંગેના કાયદાનું માર્ગદર્શન આપે છે.
ચર્ચા વિચારણા ઉપરાંત મહેમાનશ્રી સાથે ભુજના નાગોર ડમ્પીંગ સાઇટની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં સુચન મળ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટમાંથી રોડ બનાવવાની કામગીરીને અપનાવવી જોઇએ જેમાં ભુજના રોડ બનાવતા કોન્ટ્રાક્ટરને જોડવા જોઇએ. આ મુલાકાતમાં સહજિવનના કાર્યકરો ઉપરાંત ‘શૃજન‘ સંસ્થાના શ્રી દિપેશભાઇ શ્રોફ જોડાયા હતા.
No Comment
Comments are closed here.