“હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ અંતર્ગત ભુજના આઠ વિસ્તારના ૧૦૦ પરિવારોને તાલપત્રી અપાઇ

“હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પ અંતર્ગત ભુજના આઠ વિસ્તારના ૧૦૦ પરિવારોને તાલપત્રી અપાઇ

હવામાન ખાતાંની તૌકતેવાવાઝોડાં અંગે કરાયેલી આગાહી અને પલ્ટાયેલા વાતાવરણના અનુસંધાને ભુજમાં ખુલ્લામાં બેઠેલા સ્થળાંતરિત પરિવારોને ભારે હવા અને વરસાદ સામે રક્ષણ અપાવવા ભુજમાં કાર્યરત પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિદ્વારા ૧૦૦ જેટલી તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હોમ્સ ઇન ધ સીટિઅંતર્ગત ભુજમાં વસતા વંચિત પરિવારો માટે કાર્યરત અર્બન સેતુ દ્વારા તેમના હક્ક, અધિકારો અને સલામતિ માટે હમેશાં સહયોગ પુરો પાડવામાં આવ્યો છે. વર્તમાનમાં તૌકતેવાવાઝોડાંની આગાહીના પગલે અર્બન સેતુના સહયોગથી સ્થાળાંતરીત પરિવારોના નિર્માણસાથી સંગઠન, ભુજદ્વારા ભુજ નગરપાલિકા અને કલેક્ટરને અરજી પાઠવવામાં આવી હતી જેમાં ભારે વરસાદ હેવી સ્થિતિ ઊભી થાય ત્યારે ખુલ્લામાં બેઠેલા પરિવારોને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત વાતાવરણમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખીને હોમ્સ ઇન ધ સીટિદ્વારા ભુજ્ના ખાસરા ગ્રાઉન્ડ, કોડકી રોડ, સેવન સ્કાયની બાજુમાં, આત્મારામ સર્કલ, ભુજીયા તળેટી, રિલાયન્સ સર્કલ, લેવા પટેલ હોસ્પિટલ સામે તેમજ મામલતદાર કચેરીની બાજુ સહિતના વિસ્તારોમાં ૧૦૦ જેટલી તાલપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારોમાં અર્બન સેતુની ટીમ દ્વારા જરૂરતમંદ પરિવારોનો સરવે કરાયો હતો જેના આધારે અતિશય જરૂરતમંદ પરિવારોને તાલપત્રી વિતરીત કરવામાં આવી હતી.

અર્બન ટીમના કરમણ મારવાડા, વિશ્રામ વાઘેલા, આશા મહેશ્વરી, રૂકિયા જત, મમતાબેન, વિનોદ પરગડુ તેમજ વિસ્તારના આગેવાનો તાલપત્રીના વિતરણમાં જોડાયા હતા. તેમજ દરેક લાભાર્થીની નોંધણી કરી દરેક પરિવાર તાલપત્રીનો ઉપયોગ કરે તેની તકેદારી પણ લીધી હતી. તદુપરાંત આ પરિવારોને આપાતકાલિન પરિસ્થિતિમાં કોઇપણ જરૂરીયાત હોય તો એ માટે પણ ટીમ સહયોગ પુરો પાડશે.

P { margin-bottom: 0.08in; }


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati