ભુજમાં “સંવેદના” સભ્યોને તેમના અધિકારોથી અવગત કરાયા

૭મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન બાદ પ્રથમ વખત સેક્સ વર્કર્સને દેશના અનોપચારિક કાર્યકર્તાઓ તરીકે માન્યતા આપવામાં આવી છે. કચ્છ મહિલા વિકાસ સંગઠને પોતાના અર્બન સેલના સખી સંગીનિ ફેડરેશનની આગેવાની હેઠળ ભુજ ખાતે આ સંદર્ભે એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ કાર્યશાળામાં ૪૦ જેટલી સેક્સ વર્કર્સ બહેનોને તેમના અધિકારો માટેની સમજ પુરી પાડવામાં આવી હતી. તદુપરાંત નેશનલ નેટવર્ક ઓફ સેક્સ વર્કર્સ‘ (NNSW) સાથે પણ તેમનું જોડાણ કરવામાં આવ્યું.

આ સંદર્ભમાં જ આવી દરેક માહિતીઓ આ સમુદાયના આગેવાનો દ્વારા સમગ્ર કચ્છમાં ફેલાલવામાં આવે એવા આશય સાથે એક અન્ય કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સેક્સ વર્કર્સ તરીકે જોડાયેલી બહેનોએ જ આગેવાની લીધી હતી અને તેમના સમુદાયમાં નેતૃત્વની ભુમિકા સંદર્ભે ચર્ચા પણ કરવામાં આવી. સમુદાયની ૪ બહેનોએ આગેવાની લઇ નખત્રાણાની મુલાકાત લીધી અને ત્યાંની સેક્સ વર્કર્સ બહેનોને કેએમવીએસ સાથે જોડી, તેમને સંકુચિતતામાંથી બહાર લાવી તેમના પ્રશ્નોને વાચા મળે એ માટે પ્રયાસો કર્યા.

સખી સંગીનિનો મુખ્ય ઉદ્દેશ્ય સેકસ વર્કર્સ સહિતની વંચિત મહિલાઓને આર્થિક, માનસિક, સામાજિક અને સંવેદનાત્મક સ્તરે સશક્તિકરણ કરવાનો રહ્યો છે. આ સમુદાયનું સંસ્થાકિયકરણ થાય, પુનર્વસન થાય અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય એ દિશામાં સખી સંગીનિ કાર્યરત છે.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati