ભુજની લાલન કોલેજમાં “મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન-૨૦૧૮” યોજાયું.

ભુજની લાલન કોલેજમાં “મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન-૨૦૧૮” યોજાયું.

ગાંધી જયંતિ નિમિત્તે ભુજની લાલન કોલેજમાં ૨જી ઓક્ટોબરે સ્વચ્છતા પર્વ અંતર્ગત મીનિમમ વેસ્ટ એક્ઝીબિશન૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ઉદઘાટા ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ૨૬ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને કચરાનો મહત્તમ નિકાલ અને તેના ઉપાયો દર્શાવતી કૃતિઓ તેમણે પ્રદર્શિત કરી હતી. નિમાબહેને વિદ્યાર્થીઓના વિચારોને વધાવી લીધા હતા અને શહેરને કચરામુક્ત કરવામાં યુવાનો ખુબ જ મોટો ફાળો આપી શકે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે લાલન કોલેજના આચાર્ય શ્રી જયેશભાઇ રાવલ, નગરપાલિકા પ્રમુખ શ્રી લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા તેમજ સ્વનાબ એન્વાયરો સર્વિસીસના ડાયરેક્ટર શ્રી ધર્મેશભાઇ અંતાણી ઉપસ્થિત રહ્યા હતા.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati