ભુજમાં પર્યાવરણ દિવસે આયોજિત ‘સાયક્લોથોન’માં નાગરિકો જોડાયા

ભુજમાં પર્યાવરણ દિવસે આયોજિત ‘સાયક્લોથોન’માં નાગરિકો જોડાયા

હોમ્સ ઇન ધ સીટિ‘, ‘ભુજ બોલે છેઅને વ્હાઇટ ઇગલ ગ્રુપનું સંયુક્ત આયોજન

વિશ્વ પર્યાવરણ દિવસે વિશ્વભરમાં પર્યાવરણના જતન માટે વિવિધ કાર્યક્રમો આયોજીત થતા હોય છે ત્યારે ભુજમાં સ્થાનિક સંસ્થાઓ અને સાયકલ ગ્રુપ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૮ જેટલા ૮ થી ૬૦ વર્ષના નાગરિકો જોડાયા હતા.

પર્યાવરણના સંરક્ષણને કેન્દ્ર સ્થાને રાખીને ભુજમાં કામ કરતી સ્વૈછિક સંસ્થાઓ કચ્છ મહિલા વિકાસ સંગઠન‘, ‘સેતુ અભિયાન‘, હુન્નરશાળા ફાઉન્ડેશન‘, એરિડ કોમ્યુનીટિસ એન્ડ ટેકનોલોજીસ‘, ‘સાત્વિકઅને ખમીરતેમજ સામુદાયિક સંગઠનોના પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિ‘, નાગરિકોના પોતિકા મંચ ભુજ બોલે છે અને ભુજના સાયકલીંગ ગ્રુપ વ્હાઇટ ઇગલ ગ્રુપદ્વારા સંયુક્ત રીતે આરોગ્ય અને પર્યાવરણના જતન માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૫મી જૂનની સવારે ૬ વાગ્યે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ૧૦૮ જેટલા નાગરિઓ ઉમટી પડ્યા હતા. સહભાગીઓમાં સૌથી નાની વયની ત્રણ દિકરીઓએ સાયક્લોથોનને સ્ટાર્ટ આપ્યો હતો. જ્યુબીલી ગ્રાઉન્ડથી આઇયાનગર, કચ્છ યુનિવર્સિટી, શનિ મંદિરથી બાલાજી ગ્રીન્સ પાસે આવેલાં તળાવ સુધી સહભાગીઓએ ઉત્સાહભેર સાયકલીંગ કર્યું હતું. સહભાગીઓમાં ભુજના તબીબો, પર્યાવરણ પ્રેમીઓ, બાળકો સહિત નાગરિકો જોડાયા હતા. એન્ડ પોઇન્ટ પર સહભાગીઓ સાથે સાયક્લોથોનના આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કરી વખતોવખત આવાં આયોજનોમાં જોડાવા માટે અનુરોધ કરાયો હતો. સહભાગીઓ વતી ડો. જે. પી. કેશરાણીએ આવાં આયોજનો યુવાનોને પર્યાવરણનું મહત્વ સમજાવવા માટે ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. આ સાથે સાંજે ભુજની લાલન કોલેજ ખાતે અર્થ વીટનેસડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકો રૂબરૂ અને ઓનલાઇન જોડાયા હતા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટેની આગામી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરાઇ હતી. સહયોગ બદલ કોલેજના આચાર્ય સી. એસ. ઝાલા સાહેબનો આભાર વ્યક્ત કરાયો હતો.

સાયક્લોથોનના આયોજનમાં સંસ્થા વતી અસિમ મિશ્ર, પ્રાચી પટેલ, જય અંજારિયા, નીકિતા ગોર તેમજ વ્હાઇટ ઇગલ ગ્રુપના તેજસ પાઠક, મેહુલ વૈશ્નવ, હર્ષ વૈદ્ય સહિત કાર્યકરોએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati