ભુજ ખાતે “હવા પ્રદુષણ મુક્ત શહેર” વિષય પર બાળકો માટે યોજાઇ ચિત્ર સ્પર્ધા

ભુજ ખાતે “હવા પ્રદુષણ મુક્ત શહેર” વિષય પર બાળકો માટે યોજાઇ ચિત્ર સ્પર્ધા

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઘન કચરા વ્યવસ્થાપન પર કાર્યરત સ્વમાન એન્વાયરોતેમજ પર્યાવરણના સંદર્ભમાં ચિંતા સેવતા પર્યાવરણીય હિમાયતી જૂથદ્વારા હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પના સહયોગથી બાળકો માટે હવા પ્રદુષણ મુક્ત શહેરવિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભુજના આર્ય સમાજ હોલ ખાતે આયોજિત આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૧ ના કુલ્લ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકોએ પોતાના વિચારો વ્યક્ત કરતાં વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને ધ્યાનાકર્ષક ચિત્રો દોર્યાં હતાં. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રીમતિ પદ્મિનીબેન વાળાએ સેવા આપી હતી. હિમાયતી જુથાના દિલીપભાઇ આચાર્ય, ભગવતીબેન આચાર્ય, પન્નાબેન જોષી, ગાયત્રીબેન ભાટી, જાગૃતિબેન વકીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati