૧લી મે ના રોજ “વિશ્વ મજૂર દિવસ“ની ઉજવણી અંતર્ગત સ્થાનિક તેમજ પ્રવાસી મજૂર, હાથલારી વાળા ફેરિયાઓ, સફાઈ કામદારો, માર્કેટ યાર્ડના મજૂરો, ભીડ બજારના મજૂરો વગેરે શ્રમિકોને જોડવામાં આવ્યા. આ દિવસની ઉજવણી માટે ખાસ કરી દરેક વિસ્તારોમાં શ્રમિકો સાથે મિટીગો કરવામાં આવેલ જેમાં લોકોને મજૂર દિવસની ઉજવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું, તેમજ નાકાઓ પર અને કામની સાઇટોપર પણ જઈને સુપર વાઈસર વગેર લોકોને જાગૃત કરી વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. રિક્ષા, બેનર અને સૂત્રો તેમજ ઝંડા વગેરે બનાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
એચ.આઈ.સી.ની. સહભાગી સંસ્થાઓ અને નગરપાલિકા તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડને સાથે રાખી તેમના કાર્ય વિસ્તારોમાંથી વધુ મજુર ભાઇબહેનો ઉજવણીમાં જોડાય એવા પ્રયાસો કરવામાં આવ્યા. પરિણામે તા.૦૧ મે ના રોજ સવારે જયુબિલી સર્કલ પર બધા શ્રમિકોને સાથે રાખીને ૯:૩૦ વાગ્યે કાર્યક્રમ ની શરૂઆત કરી કરી. એચ,આઈ,સી. કમિટના સભ્ય શ્રી પીર સાહેબ તથા લેબર લો ના એડ્વોકેટ શ્રી શાંતિલાલ રાઠોડ દ્વારા રેલી ની શરૂઆત કરવામાં આવી. શહેરની વી.ડી. હાઈસ્કૂલ થી બસ સ્ટેન્ડ, હમીરસર તળાવ, બહુમાળી ભવન થી કલેક્ટર કચેરીએ રેલી પૂર્ણ કરવામાં આવી હતી.
શ્રમિક કમિટી દ્વારા નાયબ કલેક્ટરશ્રી ડી.આર. પટેલને ‘મજુર દિવસ’ની સુભેરછા સાથે લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં ખાસ શ્રમિકો માટેની ખૂટતી કડીઓ અને ખાસ સ્થળાંતરિત શ્રમિકો માટે પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે ની સગવડ કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
No Comment
Comments are closed here.