સંગીત રેઆણ, મેંગો વાનગી સ્પર્ધા અને ફિલ્મ સ્ક્રિનિંગ ભુજવાસીઓ માટે આકર્ષણ બન્યાં
ભુજની ‘સાત્વિક’ સંસ્થા અને ‘હોમ્સ ઇન ધ સિટી’નું સંયુક્ત આયોજન
દુનિયાભરની કેરી એક તરફ અને કચ્છની કેસર કેરી એક તરફ…કચ્છી ખેડૂતોએ શાખ પર પ્રાકૃતિક રીતે પકવેલી કેરીઓના પ્રદર્શન અને વેંચાણ માટે ભુજની ‘સાત્વિક’ સંસ્થા અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સિટી’ દ્વારા ત્રિદિવસીય ‘મેંગો ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં કેરીનાં વેંચાણ સાથે કચ્છી સંગીત, મેંગો વાનગી સ્પર્ધા અને ફિલ્મ સ્ક્રિનિંગ ભુજવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.
સાત્વિકના સંયોજક પ્રવીણ મૂછડિયા અને એચઆઇસીના કોઓર્ડિનેટર જય અંજારિયાએ અખબારી અહેવાલમાં જણાવ્યું હતું કે, ભુજ હાટ ખાતે ૮, ૯ અને ૧૦ જૂન, એમ ત્રણ દિવસ માટે આયોજિત મેંગો ફેસ્ટિવલને રવિવારે સાંજે જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, મદદનીશ ખેતીવાડી અધિકારી શાંતિલાલ પ્રજાપતિ, એગ્રોસએલ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને જાણીતા સમાજચિંત
ક દી
પેશભાઈ શ્રોફ, હુન્નરશાળા સહિત અનેક સંસ્થાના માર્ગદર્શક સંદીપભાઈ વિરમાણી, ‘આત્મા’ના ડાયરેક્ટર પી. કે. તલાટી, કલ્પેશ મહેશ્વરી, એચઆઇસીના ડાયરેક્ટર અસીમ મિશ્ર સહિત અગ્રણીઓ તેમજ ખેડૂતોએ ખુલ્લો મૂક્યો હતો. આ મેંગો ફેસ્ટિવલમાં મનોજભાઇ સોલંકી, શ્રી રામ સજીવ કૃષિ કેન્દ્ર(માધાપર), શાંતિલાલ પટેલ, શાંતિ ફાર્મ(વડવા કાંયા), વિરમ પરબત સીજુ, રખિયો ફાર્મ(ભુજોડી), માવજી અરજણ ખેતાણી(કોડકી), નરેન્દ્રસિંહ મંગુભા ઝાલા, માં શક્તિ નેચરલ ફાર્મ(રામાણિયા), વલમજી મેઘજી સોરઠિયા, V.M.S. ફાર્મ(ચંદિયા), રેખાબેન હરેશ ઠક્કર, આશાપુરા ફાર્મ(ભુજ) તેમજ હિતેન્દ્રસિં
હ ચંદુભા જાડેજા, સીતારામ ફાર્મ(ખેદોઈ) સહિત ખેડૂતો વિવિધ પ્રકારની કેરી અને અન્ય પ્રાકૃતિક ખેત ઉત્પાદનો વેંચાણ માટે લાવ્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન કુલ્લ ૨૦૦૦ કિલો કેરીનું વેંચાણ થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તદુપરાંત ભાવીનીબેન મલય ત્રિપાઠી મિલેટ્સ માંથી બનેલી વિવિધ વાનગી, આયુષી ઠક્કર રાજાપુરી કેરીમાંથી બનેલું બાફલો તેમજ દક્ષાબેન ખોખાણી બિલીફળમાંથી બનેલું શરબત વેંચાણ માટે લાવ્યા હતા. દરેક ખેડૂતો સાથે સંકલન તેમજ સરકારી વિભાગો સાથે સંકલન પ્રવીણ મૂછડિયાએ સંભાળ્યું હતું.
ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જાણીતા લોક કલાકાર લાખા મારવાડા, વિશ્વ વિખ્યાત જોડિયાપાવા વાદક નૂરમામદ સોઢા, તબલાવાદક સિકંદર ઉસ્તાદ, ભોજરાજભાઈ અને રાણાભાઈની મંડળીએ કચ્છી સંગીત રેઆણની જમાવટ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં રસિકો જોડાયા અને રાસગરબા પણ રમ્યા હતા. ફેસ્ટિવલના બીજા દિવસે મેંગો વાનગી સ્પર્ધામાં ભુજની ૧૯ મહિલાઓ-યુવતીઓએ ભાગ લઈને અવનવી વાનગીઓ રજૂ કરી હતી જેમાં મિલેટ મેંગો બાઇટ બનાવનાર ભાવીની ત્રિપાઠી પ્રથમ ક્રમે અને અનુક્રમે રંજનબેન ચંદે અને હર્ષાબેન ઝવેરી બીજા અને ત્રીજા ક્રમે વિજેતા થયા હતા. જાણીતા કૂકિંગ એક્સપર્ટ રીમા ભાટિયા, યુ ટ્યુબર તૃષા પરસાનિયા અને જાણીતા ન્યૂટ્રિશનિસ્ટ મીનલ દાવડાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આયોજક સંસ્થા વતી સ્પર્ધાના વિજેતાઓ અને નિર્ણાયકોનું સન્માન કરાયું હતું. સંગીત રેઆણ અને વાનગી સ્પર્ધાનું સંચાલન જય અંજારિયાએ કર્યું હતું.
મેંગો ફેસ્ટિવલના અંતિમ દિવસે ફિલ્મ સ્ક્રિનિંગમાં રામકૃષ્ણ ટ્રસ્ટ ભુજોડી નિર્મિત ‘જાગ્યા ત્યાંથી સવાર’ ફિલ્મ દર્શાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દર્શકો જોડાયા હતા. દર મંગળવારે ભરાતી પ્રાકૃતિક બજાર પણ ભુજ હાટમાં જ ભરાઈ હતી જેના પરિણામે અનેક ગ્રાહકો ઉમટી પડ્યા હતા. કચ્છની વિવિધ કેરીઓના વેંચાણ સાથે ત્રિદિવસીય મેંગો ફેસ્ટિવલ પૂર્ણ જાહેર થયો હતો.