આંગણવાડીના બાળાકોને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરી સુરક્ષિત કરાયા

આંગણવાડીના બાળાકોને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરી સુરક્ષિત કરાયા

કોરોના જેવી મહામારી બનેલી બિમારી સામે રક્ષણ મેળવવા માટે દેશ અને દુનિયામાં વિવિધ પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે ભુજના ઝુંપડપટ્ટી વિસ્તારની આંગણાવાડીના બાળકોને ભુજના અર્બન સેતુ દ્વારા માસ્ક વિતરીત કરવામાં આવ્યા.

અર્બન સેતુ દ્વારા ભુજમાં ચાલતા હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પ અંતર્ગત શહેરના બે વિસ્તારો લેવા પટેલ હોસ્પિટલ સામે તેમજ ખાસરા મેદાનમાં રહેતા શ્રમિકોના બાળકો માટે આંગણવાડી ચલાવવામાં આવે છે. કોરોના મહામારીના પગલે આંગણવાડીના બાળાકોને એકઠા કરીને ભણાવવની પ્રવૃત્તિતો સ્થગિત કરવાની ફરજ પડી હતી પરંતુ સ્થિતિ સુધરતાં બન્ને વિસ્તારના બાળકો ફરી આંગણવાડીમાં આવતાં થયાં. કોરોના સામે આ બાળકોને રક્ષણ મળી રહે એ આશયથી અર્બન સેતુ દ્વારા દરેક બાળાકોને સેનિટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ આંગણાવાડી સંચાલક બેનને સુચન કરવામાં આવ્યું કે દરરોજ બાળકો આવે ત્યારે તેમના હાથ સેનિટાઇઝ કરાવવા તેમજ બાળકો માસ્ક પહેરે તેની તકેદારી લેવી.

P { margin-bottom: 0.08in; }


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati