ચિત્ર-સુત્ર સ્પર્ધાના માધ્યમે ‘કોરોના યોદ્ધા’ બનેલા વિજેતાઓ સન્માનિત થયા

ચિત્ર-સુત્ર સ્પર્ધાના માધ્યમે ‘કોરોના યોદ્ધા’ બનેલા વિજેતાઓ સન્માનિત થયા

કોરોનાના ફેલાવાને અટકાવવા એક જાગૃત નાગરિક બનીએઆ વિષયને કેન્દ્રમાં રાખીને નાગરિકોના પોતિકા મંચ ભુજ બોલે છેદ્વારા આયોજિત ચિત્રસુત્ર સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવા સાથે ચિત્રો અને સુત્રોના પ્રદર્શનનો કાર્યક્રમ ભુજની વિજયરાજજી લાયબ્રેરી ખાતે યોજાઇ ગયો.

ભુજમાં ચાલી રહેલા પ્રકલ્પ હોમ્સ ઇન ધ સીટિઅને સેતુ અભિયાનસંસ્થાના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં ૧૩૦ જેટલા ભુજ અને કચ્છના સહભાગીઓએ ભાગ લીધો હતો. ગત ૨૯મી તારીખે તસવીર અને ચિત્રકલાના ક્ષેત્રોમાં નામના પ્રાપ્ત કલાકારો પરેશભાઇ કપ્ટા, મુક્તિબેન પટેલ અને આરતીબેન જાનીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સહભાગીઓ સાથે ઓનલાઇન કાર્યક્રમ દ્વારા વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ચિત્ર સ્પર્ધામાં ૧૮ વર્ષથી ઉપરના જુથમાં પ્રથમ દિશા જય મોખા, દ્વિતીય ભુમિ શાહ. તૃતીય અર્પી ઠક્કર અને બે આશ્વાસન ઇનામ વિજેતા સુલેમાન સીરાચ અને મીત્તલ સુથાર તેમજ ૧૮ વર્ષથી નીચેના જુથમાં પ્રથમ હેમા ઝાલા, દ્વિતીય દેવાંશી વલેરા, તૃતીય રીયા કોઠીવાર અને આશ્વાસન ઇનામના વિજેતા રાહીલા પઠાણ અને રીમા સોલંકીના નામ જાહેર કરાયા હતા. સુત્ર સ્પર્ધામાં ૧૮ વર્ષ ઉપરના વયજુથમાં પ્રથમ આશીયાબાનુ કુરેશી, દ્વિતીય મિશા ધોળકિયા, તૃતીય આયુશી વાઘેલા તેમજ ૧૮ વર્ષ નીચેના જુથમાં પ્રથમ વિધિ મુંદડા, દ્વિતીય પ્રિયાંશી મુંદડા અને તૃતીય વિજેતા તરીકે જીયા લાલપુરાના નામ જાહેર કરાયા હતા.

સન્માન કાર્યક્રમમાં માર્ગદર્શક ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષભાઇ આચાર્ય, એચઆઇસીના ડાયરેક્ટર અસીમ મિશ્રા અને નિર્ણાયકો પરેશભાઇ કપ્ટા અને આરતીબેન જાનીના હસ્તે વિજેતાઓને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. નિર્ણાયકોએ ચિત્રો એક જીવંત કલા છે અને તેમાં કલાકારે કોઇપણ ક્ષતિ ના રહી જાય તેની તકેદારી રાખવાના સુચનો સાથે દરેક સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાયે પણ વિજેતાઓના ઉત્સાહને બિરદાવવા સાથે કોરોના જેવા મુદ્દે ચિત્રસુત્ર માધ્યમે જાગૃતિનો સંદેશ આપવા બદલ સૌની સરાહના કરી હતી. મનીષભાઇ આચાર્યએ ભુજ બોલે છેદ્વારા સમયાંતરે વિવિધ આયોજનો થતાં હોય છે જેમાં જોડાઇને પોતાની કલા અને આવડતનો ભુજના વિકાસમાં ઉપયોગ કરવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની આભારવિધિ સાથે અસીમભાઇ મિશ્રાએ ભુજ અને કચ્છના સહભાગીઓએ જે ઉત્સાહ દર્શાવી સ્પર્ધામાં ભાગ લીધો એ માટે અભિનંદન પાઠવી દિકરીઓ વધારે ને વધારે આગળ આવી રહી હોવાની વાત મુકી હતી. સાંજે ૮ વાગ્યા સુધી નાગરિકોએ પ્રદર્શની નિહાળી સહભાગીઓની કલાને બિરદાવી હતી. સમગ્ર આયોજનમાં પ્રાચી પટેલ, અવનિશભાઇ રાણા, પરવેઝભાઇ, નીકિતાબેન સહિતનો સહકાર મળ્યો હતો. સંચાલન ભુજ બોલે છેના જય અંજારિયાએ કર્યું હતું.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati