ભુજમાં પદયાત્રીઓ માટે કલેક્ટર કચેરીથી લાલન કોલેજ વચ્ચે કચરાટોપલીની વ્યવસ્થા મુકાઇ

ભુજમાં પદયાત્રીઓ માટે કલેક્ટર કચેરીથી લાલન કોલેજ વચ્ચે કચરાટોપલીની વ્યવસ્થા મુકાઇ

દેશદેવી મા આશાપુરાના દર્શનાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસંખ્ય યાત્રાળુઓનો પ્રવાહ શરુ થઇ ગયો છે. સાથે સાથે પદયાત્રીઓના સેવાર્થે હંમેશની જેમ અનેક સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે.

દર વખતની જેમ આ વર્ષે પણ પદયાત્રા દરમ્યાન પદયાત્રીઓને આપવામાં આવતી ખાવાપીવાની સામગ્રીના કારણે થતા કચરા વિશે સ્થાનિક સંસ્થાઓએ ચિંતા દર્શાવી છે. આ મુદ્દે ભુજના પર્યાવરણીય હિમાયતી જૂથ, ‘સ્વમાનસંસ્થા તેમજ હેપ્પી ફેસીસ શાળા દ્વારા પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત આ સંસ્થાનોએ ભુજની કલેક્ટર ઓફિસથી લાલન કોલેજ વચ્ચેના માર્ગ પર કચરા ટોપલીઓ રાખી રસ્તા પર થતા કચરાને રોકવાનો પ્રયાસ કર્યો છે.

 


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati