વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી એ એક મંચ પૂરું પાડે છે જ્યાં પર્યાવરણ પ્રેમીઓ, શહેરીજનો, બાળકો તથા સંશોધકો એકસાથે મળી પોતાના વિચારોની આપલે કરી શકે તેમજ ચકલી તથા અન્ય પ્રજાતિના સંરક્ષણ માટે લોકજાગૃતિ તથા તેમના પરીશરતંત્ર ને બચાવવા માટે યોગ્ય રણનીતિ ઘડી શકે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવેછે જે તેનું કેટલું મહત્વ છે તે સમજાવે છે.જેમાં ઘણીવાર સ્વેછીક રીતે આવી પ્રજાતિ ના સંરક્ષણ પર કામ કરતા વ્યક્તિનું સન્માન પણ કરવામાં આવે છે.
ચકલી ની પ્રજાતિમાં નોધપાત્ર ઘટાડો જોવા મળેલ છે જે પર્યાવરણ માં થતા મોટા બદલાવ ની ચેતવણી આપે છે. તેમજ પર્યાવરણ માં પ્રદુષણ નો સતત વધારો થતો પણ સુચવે છે. જે આપણા તથા આવનાર પેઢીના સ્વાસ્થ્ય માટે ખુબ ગંભીર બાબત છે. આમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવી એ ફક્ત ઉજવણી નહી પરંતુ શહેરીજનો તથા બાળકો ને પર્યાવરણ અને જૈવ વિવિધતા સાથે જોડવા માટેનો અનેરો પ્રયાસ છે.
આમ આ વર્ષે “હોમ ઇન ધી સીટી” પ્રોગ્રામ ની અંતર્ગત ખેંગારપાર્ક–બાલભવન ખાતે વિશ્વ ચકલી દિવસ સહજીવન, માનવ જ્યોત, પેલીકન નેચર કલ્બ તથા લોક વિજ્ઞાન કેન્દ્ર જેવી સંસ્થાના
સહયોગ દ્વારા શહેરીજનો, પર્યાવરણ પ્રેમીઓ અને બાળકો ને એક મંચ પર લાવી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવોના વક્તવ્ય, પર્યાવરણ ના અનેક મુદ્દા પર કામ કરતી સંસ્થાઓ માંથી આવેલ મિત્રોના અનુભવ ની આપલે, ચકલી વિષય પર ચિત્રસ્પર્ધા તેમજ કચ્છ માં ચકલીના સંરક્ષણ પર કામ કરતા પર્યાવરણ પ્રેમીઓનું “ચકલીમિત્ર” એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત
માનાવજ્યોત સંસ્થા દ્વારા દરેક વ્યક્તિને ચક્લીઘર તથા પાણી માટે કુંડા નુ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ના અંતમાં નકશાના માધ્યમ દ્વારા ભુજ શહેરમાં પર્યાવરણ ના મુદ્દા પર વોર્ડ પ્રમાણે કઈ રીતે આગળ કામ કરવું તેની રણનીતિ ઘડવામાં આવી હતી.
No Comment
Comments are closed here.