ભુજમાં પર્યાવરણીય હિમાયતી જુથ અને રામદેવનગર સ્વચ્છતા સમિતીની બેઠક મળી

ભુજમાં પર્યાવરણીય હિમાયતી જુથ અને રામદેવનગર સ્વચ્છતા સમિતીની બેઠક મળી

ગત તારીખ ૨૭મી ફેબ્રુઆરીના રોજ ભુજના આર્યસમાજ હોલ ખાતે પર્યાવરણીય હિમાયતી જુથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુથના સભ્યો સાથે રામદેવનગર સ્વચ્છતા સમિતીના સભ્યો હંસાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિમાયતી જુથના દિવ્યાબેન વૈદ્ય તેમજ ગાયત્રીબેને સ્વચ્છતા સમિતીના સભ્યોને કેટલાક વિષયોથી માહિતગાર કર્યા હતા. દરરોજની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની પધ્ધતિનું નિરીક્ષણ કેમ કરવું, લોકોને કચરાનું વર્ગીકરણ કેમ કરવું, નાગરિકોએ કચરો જ્યાં ત્યાં કચરો બહાર ના ફેંકવો જોઇએ, જેવી વિવિધ બાબતો પુનાના કેટલાક દષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati