ભુજની ૭ કિશોરીઓ અમદાવાદ ખાતે છકડા ચાલકની તાલીમ મેળવશે.

ભુજની ૭ કિશોરીઓ અમદાવાદ ખાતે છકડા ચાલકની તાલીમ મેળવશે.

બહેનો માટેના પારંપરિક રૂઢીવાદી નજરિયાને અને સદીઓથી જડબેસલાક ચાલ્યા આવતા અસમાનતાના વાતાવરણને બદલી નવી વિચારધારાથી બહેનો પોતાની પસંદગીના વ્યવસાય દ્વારા રોજગારી મેળવે અને પગભર બની સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પુરું પાડે એવા હેતુ થી બહેનોને છકડા ચાલક માટેની તાલીમ અપાવવાની એક પહેલ હાથ ધરાઇ છે.

અમદાવાદની જનવિકાસ સંસ્થા દ્વારા ભુજની ૭ બહેનોને અમદાવાદ ખાતે છકડા ડ્રાઇવીંગની ૪૦ દિવસની તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ભુજના ભુતેશ્વર વિસ્તારની ૭ કિશોરીઓ કાન્તા પરમાર, ચાંદની પરમાર, હંસા પરમાર, લીલાવતી પરમાર તેમજ રામદેવનગરના આશા વાધેલા, સકિના બાફણ અને સાયરા સમા આજે ૧૭મી તારીખે અમદાવાદ પહોંચી રહ્યા છે. આ તાલીમનાં સંકલન માટે ભુજની સંસ્થા કચ્છ મહિલા વિકાસ સંગઠન તેમજ હોમ્સ ઇન ધ સીટિકાર્યક્રમ સહયોગી બની રહ્યા છે.

આજે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ રોજગારી માટે આગેકૂચ કરી છે ત્યારે છકડા ચાલક તરીકેની તાલીમ મેળવીને આ સાતેય બહેનોએ આદર્શ ઉદાહરણ પુરું પાડ્યું છે.

P { margin-bottom: 0.08in; }


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati