મહિલા સશક્તિકરણ
અમે વંચિત સમુદાયોની મહિલાઓ અને કિશોરીઓને નેતૃત્વ વિકસાવવા માટે, તેમજ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, એક મંચ પ્રદાન કરીએ છીએ.

Our initiatives Gujarati
We take action where it matters most
સંદર્ભ
૨૦૦૧ના ભૂકંપ બાદ કચ્છમાં ગ્રામ્યથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતરમાં વધારો થયો, જેમાં અનેક પરિવારો ભુજ જેવા શહેરોમાં સારી રોજગારીની શોધમાં વસવા આવ્યા. પરંતુ ૨૦૦૭ના એક અભ્યાસે ખુલાસો કર્યો કે ભુજની વસ્તીનો મોટો હિસ્સો બિનઆધિકૃત વસાહતોમાં રહેતો હતો, જ્યાં પીવાના પાણી, સ્વચ્છતા અને સુરક્ષાની ગંભીર અછત હતી. મહિલાઓ ખાસ કરીને સંવેદનશીલ સ્થિતિમાં હતી—ઘરેલુ હિંસા, કઠોર લિંગભેદી નિયમો, આવકના અવસરોની ખોટ અને આર્થિક રીતે સંપૂર્ણ નિર્ભરતા જેવી પરિસ્થિતિનો સામનો કરતી હતી. આ પડકારોને પહોંચી વળવા, મહિલાઓની આર્થિક, સામાજિક અને શારીરિક પ્રતિરોધક શક્તિ વિકસાવવા માટે ‘સખી સંગિની સંગઠન’ની રચના કરવામાં આવી.
અમારી પ્રવૃત્તિઓ
- ઓછી આવક ધરાવતી અને વંચિત સમુદાયોની મહિલાઓ માટે 150 થી વધુ સ્વસહાય જૂથો (SHGs) બનાવવામાં આવ્યાં. (NULM), બેંકો અને માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ (MFIs) સાથે લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી, તેમજ આર્થિક સાક્ષરતા તાલીમ આપી.
- જાગૃતિ અભિયાન, પેરાલિગલ તાલીમ અને મહિલાઓ સામેની હિંસાના કેસોમાં સહાય માટે કાનૂની સલાહ કેન્દ્રની સ્થાપના દ્વારા સામાજિક સુરક્ષા પ્રોત્સાહિત કરી.
- પ્રજનન આરોગ્ય અને શરીર પરના સ્વાધિકાર અંગે જાગૃતિ ફેલાવી તથા સરકારી આરોગ્ય સેવાઓ સુધી પહોંચ સુધારી.
- સરકારી યોજનાઓ અને હકો માટે અરજી કરવા ટેકનિકલ સહાયતા પૂરી પાડી.
અમારી અસરો
- ૨૦૦ થી વધુસ્વસહાય જૂથોમાં મહિલાઓ દ્વારા ૩ કરોડથી વધુની બચત; ૧૧ કરોડનું લોન મેળવનાર; ૧૦કરોડનું ચુકવણી થયેલું; અને ૧કરોડથી વધુ વ્યાજ રૂપે આવક.
- મહિલાઓ દ્વારા સંચાલિત રોજગાર પહેલોને વ્યવસાય, ઘર સંચાલન, કેટરિંગ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં ટેકો; રોજગાર માટે ૧.૬કરોડથી વધુની લોન સભ્ય મહિલાઓએ મેળવી.
- કાનૂની કેન્દ્ર દ્વારા ૨૦૨૩ થી અત્યાર સુધી ૨૦૦ થી પણ વધારે કેસોમાં સહાયતા.
- પ્રજનન આરોગ્ય જાગૃતિ દ્વારા ૫૦૦થિ વધુ મહિલાઓ સુધી પહોંચ.
- નેતૃત્વ તાલીમમાં ૧૦૦થી વધુસ્થાનિક મહિલાઓ તૈયાર થઇ.
Sakhi Sangini 
Stories from the field
Our work is best understood up close
