અમારું કામ

શ્રમિકોની ગરિમા

અમે શહેરમાં પ્રવાસી મજૂરો, યૌનકર્મીઓ, કચરો એકત્રિત કરનાર માટે સમાનતા, ગૌરવ અને માન્યતા સુનિશ્ચિત કરવા સંગઠિત થઈ કાર્ય કરીએ છીએ અને એડવોકસી કરીએ છીએ.

એક પરિવાર અનૌપચારિક વસાહત જેવા દેખાતા વિસ્તારમાં, તારપોલિનથી બનાવેલા અસ્થાયી આશ્રયસ્થાનની બહાર બેઠો છે.

Our initiatives Gujarati

We take action where it matters most

સંદર્ભ

૨૦૦૧ના ભૂકંપ બાદ, ઝડપી ઉદ્યોગીકરણ અને શહેરીકરણને કારણે કચ્છમાં મોટા પાયે પરિવર્તન આવ્યું અને ભુજ પાડોશી રાજ્યો તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી આવનારા પ્રવાસી મજૂરો માટે એક મુખ્ય ગંતવ્ય બની ગયું. બાંધકામ અને અન્ય બિનઅધિકૃત, દૈનિક મજૂરીના કામ તરફ આકર્ષાઈને, અનેક પરિવારો ગરીબીમાંથી બહાર નીકળવા, કર્જ ચુકવવા અથવા જીવનસાથી તથા સગાસંબંધીઓ સાથે જોડાવા માટે સ્થળાંતર કર્યાં. સમય જતાં હજારો લોકો શહેરમાં વસ્યા, જેમાં બીજી પેઢીના બાળકો હવે ભુજને પોતાનું ઘર માને છે.

આજે, ભુજમાં ૧૬બિનઆધિકૃત વસાહતોમાં ૭૦૦થી વધુ પરિવારો અને ૫૦૦જેટલા અવિવાહિત પુરુષો રહે છે, જ્યાં મોટાભાગે સત્તાવાર રહેઠાણ, શુદ્ધ પાણી, વીજળી, સ્વચ્છતા અને આધારભૂત સેવાઓની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ઘણા લોકો અસુરક્ષિત કામકાજની પરિસ્થિતિ, વેતન કાપ, તેમજ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા સુધી મર્યાદિત પહોંચનો સામનો કરે છે.

સમાનતા અને સશક્તિકરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા મુજબ, HIC પ્રવાસી મજૂરોને સંગઠિત કરવાના, સામૂહિક શક્તિ વિકસાવવાના અને સુવિધાઓ સાથે જોડાણના પ્રયાસો દ્વારા સહાય કરે છે, જેથી તેઓ પોતાના હકો અને હકદારીનો દાવો મજબૂત રીતે કરી શકે.

અમારી પ્રવૃત્તિઓ

  • ૪૦૦થી વધુ મજૂરોના સમૂહ સાથેનું સમુદાય આધારિત સંગઠનનિર્માણ સાથી સંગઠન (NSS) રચવામાં સહાયતા.
  • શહેરી આરોગ્ય કેન્દ્રો અને ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય ચકાસણી સુનિશ્ચિત કરવી.
  • સરકારી સામાજિક યોજનાઓ સાથે જોડાણ માટે નિયમિત કેમ્પો યોજવા.
  • ભુજની ૨વસાહતોમાં ૨આંગણવાડીઓ ચલાવીને ૭૦થી વધુ બાળકોને ગોળીયાઘર અને મધ્યાહન ભોજનની સુવિધા પૂરી પાડવી.
  • કાર્યસ્થળે થતા શોષણ અને વેતન કપાતને દૂર કરવા માટે મજૂરોને કાનૂની સલાહ અને સહાય પૂરી પાડવી.

અમારી અસરો

  • ૪૦૦ થી વધુ લોકોને સક્રિય રીતે સંગઠિત કર્યાં.
  • રાજ્ય સરકારની યોજનાઓ, આરોગ્ય, સ્વચ્છતા અને પ્રાથમિક શિક્ષણ સુધી પહોંચ સુધારી.
  • નિર્માણ સાથી સંગઠનની સામૂહિક શક્તિ દ્વારા ભુજના તમામ મજૂરો માટે દૈનિક મજૂરી દરમાં વધારો શક્ય બન્યો.
  • મોબાઇલ ટોયલેટ અને જાહેર પાણીના નળની સુવિધા માટે સફળ વકાલત કરી, જેના પરિણામે ભુજ નગરપાલિકાએ તેના માટે નાણાં ફાળવ્યા.