અમારું કામ

વાતાવરણ પરિવર્તન

જળસ્રોતોને સુરક્ષિત કરી શકાય, શહેરમાં વનીકરણ કરી શકાય અને વાતાવરણના પરિવર્તનથી અસરગ્રસ્તોને ટકી રહેવા સક્ષમ બનાવવા માટે અમે લોકોને સાથે જોડીએ છીએ.

શુષ્ક ભૂપ્રદેશમાં ખડકાળ કોતર પર એક જૂનો પથ્થરનો કમાનવાળો પુલ બંધાયેલો છે.

Our initiatives Gujarati

We take action where it matters most

સંદર્ભ

જો આપણે માનવ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે જખ્મી પૃથ્વી પાછળ છોડી જઈશું જે આપણા બાળકો વારસામાં મેળવશે અને તો તેઓ પણ આ પૃથ્વી પર રહેનારા નાગરિકો અને પરિવર્તન લાવનાર તરીકે વધુને વધુ બગાડશે.

UEE કાર્યક્રમનો ઉદ્દેશ્ય આજના નાના અને અર્થપૂર્ણ કાર્યો આવતી કાલને વધુ ટકાઉ અને રહેવા યોગ્ય બનાવવા માટે આજના બાળકોમાં જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ સ્થાનિક પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે જ્ઞાન અને કુશળતાનું નિર્માણ કરે છે - વર્ગખંડો અને ઘરોથી લઈને શહેર સુધી જાગૃતિ અને પરિવર્તનની લહેર ઉભી કરે છે.

અમારાં કાર્યો

  • HIC ના ભાગીદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલા મુખ્ય સ્થાનિક પર્યાવરણીય મુદ્દાઓને એકીકૃત કરીને રમતો, દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને અન્ય આકર્ષક સામગ્રી સાથેનો અભ્યાસક્રમ વિકસાવ્યો.
  • આ અભ્યાસક્રમ સરકારી શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા શિક્ષકોને સામેલ કરીને કાર્યશાળાઓનું આયોજન કર્યું.
  • વિદ્યાર્થીઓને સ્થાનિક કુદરતી પર્યાવરણ અને સંરક્ષણ પ્રથાઓનો પરિચય કરાવવા માટે ભુજમાં પ્રવાસનું આયોજન કર્યું.
  • નાટક અને ચિત્ર જેવા નાના કાર્યક્રમો અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને સર્જનાત્મક રીતે જોડવામાં આવ્યા.

અમારાં સકારાત્મક પરિણામો

  • પાણી અને કચરા વ્યવસ્થાપન પર ૧૭૦ કાર્યશાળા દ્વારા ૧૨ શાળાઓમાં ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા.
  • ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા ક્લાયમેટ ચેન્જ એવોર્ડ ૨૦૨૪-૨૫માં શિક્ષણ શ્રેણીમાં ત્રીજું સ્થાન મેળવ્યું.
  • કચ્છના કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી પ્રોત્સાહન પુરસ્કાર મળ્યો.
  • શાળામાં અને ઘરે બાળકોએ પર્યાવરણના જતન માટેના નાના- નાના સભાન પગલાં લીધાં હોવાના કિસ્સાઓ જોવા મળ્યા છે.
  • શાળાઓ વિદ્યાર્થીઓ દ્વારા પાણીનો વધુ સભાનપણે ઉપયોગ કરવા માટે પ્રેરિત પ્રથાઓ અપનાવી રહી છે.