ભુજના સ્થળાંતરીત પરિવારો માટે સંકલન સમિતીની બેઠક મળી

ભુજના સ્થળાંતરીત પરિવારો માટે સંકલન સમિતીની બેઠક મળી

ભુજના સ્થળાંતરીત પરિવારો માટે સંકલન સમિતીની બેઠક મળી

ભુજ શહેરમાં વસતા સ્થળાંતરિત શ્રમિક પરિવારોના હિતમાં સંસ્થા, તંત્ર અને સમાજ એકજુથ બનીને સંયુક્ત રીતે કામ કરે એવા આશયથી અર્બન સેતુ દ્વારા એક સંકલન સમિતીની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અર્બન સેતુની ટીમ સાથે સેતુ અભિયાન, આંગણવાડી કાર્યકરો, બીઓસીડબલ્યુ અને ભુજ નગરપાલિકાના અધિકારી હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સેતુ અભિયાનના ટ્રેનિંગ કોઓર્ડિનેટર ફરાઝ અહેમદે માઇગ્રેશન અને અર્બન ગવર્નન્સ સ્ટડીવિષય પર તૈયાર કરવામાં આવેલું પ્રેઝન્ટેશન સૌ સમક્ષ રજૂ કર્યું હતું જેમાં સ્થળાંતરીત પરિવારોની પરિસ્થિતિ વિશે હાઉસિંગ, પાણી, સેનિટેશન અને હેલ્થ અંગે કરાયેલા અભ્યાસના તારણો વિસ્તૃતમાં રજૂ કરવામાં આવ્યા હતા. એચઆઇસીના ડાયરેક્ટર અસીમ મિશ્રા, પ્રાચી પટેલ, સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષભાઇ આચાર્ય, લર્નિંગ લેબ કોઓર્ડિનેટર સોનલબેન ઠક્કર, બીઓસીડબલ્યુના પંડ્યાભાઇ, એનયુએલએમ શાખા, નગરપાલિકાના કિશોરભાઇ, આંગણાવાડી કાર્યકરો તેમજ અર્બન સેતુ ટીમના કરમણ મારવાડા, ભાવસિંહ ખેર, વિશ્રામ વાઘેલા, આશા મહેશ્વરી, જય અંજારિયા વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

આ બેઠકના નિચોડ સ્વરૂપે કેટલાક કાર્યો નક્કી કરવામાં આવ્યાં હતાં જેમાં સૌ પ્રથમ શ્રમિકોનું નગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવવું જેથી તેમને વિવિધ યોજનાઓના લાભ મળી શકે, શ્રમિક બુક પુરી પાડવી, શ્રમિકોના બેંક એકાઉન્ટ ખોલાવવામાં સહાય કરવી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati