Homes in the City
ગત ૨૫મી જુલાઇના રોજ ભુજ શહેરના વોર્ડ નંબર 2 ના શિવહરી નગર (ભગતવાડી) તથા સથવારા વાસમાં માહિતી મિત્ર– ભુજ દ્વારા લોકોને રાશનકાર્ડ પર પોતાને મળતા જથ્થાની જાણ થાય તે હેતુ થી એક કેમ્પેઇન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં રાશનકાર્ડની જરૂરી માહિતી સેતુના મયુર રાઠોડ દ્વારા આપવામાં આવી હતી. જેમાં વિસ્તારના ૨૦૦ જેટલા લોકો સહભાગી થયા
Homes in the City
તાજેતરમાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ ૨૦૧૯–૨૦ માટે રજૂ કરેલા કેન્દ્રિય બજેટની જોગવાઇઓ અને તેની સામાન્ય નાગરિક પર થનારી અસરો વિશે મહારાઓશ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, કચ્છ ટેક્સ ક્ન્સલટન્ટ એસોસીએશન તેમજ ભુજની સંસ્થા ‘સેતુ અભિયાન‘ના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેતુ અભિયાન સંસ્થા દ્વારા નાગારિકો સરકારી યોજનાઓથી અવગત થાય એ માટે સમયાંતરે
Homes in the City
ભુજમાં શહેરમાં “ભુજ શહેર પશુ ઉછેરક માલધારી સંગઠન” અને પશુપાલન વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ ઢોરવાળાના પશુઓનું તાજેતરમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. એક તરફ કચ્છમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે પશુપાલકોને પોતાના પશુઓનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે ! માલધારીઓની આવી પરિસ્થિતિમાં ભુજ શહેરમાં પશુઓ માટે એક ઢોરવાડો શરુ કરવામાં આવ્યો છે
Homes in the City
આપણે સૌ ભુજ શહેરમાં પીવાના પાણી પરિસ્થિતિથી વાકેફ છીએ ! શહેરના પોશ વિસ્તારોમાં પણ જ્યારે પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે શહેરના વંચિત વિસ્તારોની પરિસ્થિતિનો ચિતાર આપણે વિચારી શકીએ છીએ ! આવા જ એક વિસ્તાર સંજયનગરીની પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે ભુજમાં ચાલતા “હોમ્સ ઇન ધ સીટિ” પ્રકલ્પના સીટિ ફેલો દયારામભાઇ પરમાર દ્વારા અર્બન સેતુ, ‘એરિડ
Homes in the City
કિશોરીઓને સલામતિ મળે અને એમના સપનાઓને પાંખ મળે એ માટે તંત્ર, સંસ્થા અને સમાજ કાર્યશીલ બને એ હેતુ સાથે સતત ચોથા વર્ષે “કચ્છ મહિલા વિકાસ સંગઠન” અને “સખિ સંગીનિ” દ્વારા ભુજમાં “કિશોરીઓનો કલરવ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ અવસરે કિશોરીઓ માટે મનોરંજક કાર્યક્રમ, વાહન વ્યવહાર સલામતિ સાથે જે દિકરીઓ છકડો ચલાવવાની તાલીમ મેળવી ચૂકી છે
Homes in the City
સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિકો અને સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી ભુજ મધ્યે “હોમ્સ ઇન ધ સીટિ” પ્રલક્પ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષના સમયગાળામાં ભુજ શહેરમાં કરેલી કામગીરી દ્વારા જે અનુભવો રહ્યા છે તેના આધારે સામાજિક, આર્થિક તેમજ પર્યાવરણ સબંધિત તારવવામાં આવેલા કેટલાક ટુંકાગાળાના મુદ્દાઓ નગરપાલિકા સમક્ષ મુકવા માટે નાગરિકોના પોતિકા મંચ “ભુજ બોલે છે” દ્વારા ૫મી જાન્યુઆરીના
Karman Marvada
૧લી મે ના રોજ “વિશ્વ મજૂર દિવસ“ની ઉજવણી અંતર્ગત સ્થાનિક તેમજ પ્રવાસી મજૂર, હાથલારી વાળા ફેરિયાઓ, સફાઈ કામદારો, માર્કેટ યાર્ડના મજૂરો, ભીડ બજારના મજૂરો વગેરે શ્રમિકોને જોડવામાં આવ્યા. આ દિવસની ઉજવણી માટે ખાસ કરી દરેક વિસ્તારોમાં શ્રમિકો સાથે મિટીગો કરવામાં આવેલ જેમાં લોકોને મજૂર દિવસની ઉજવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું, તેમજ નાકાઓ પર અને કામની સાઇટોપર પણ
Ritesh Pokar
ત્રણ વર્ષ પહેલા ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર કે જે રાજીવ આવાસ યોજના અંતર્ગત અત્યારે રામદેવનગર નો આકાર લઇ રહ્યુ છે ત્યાના રહેવાસીઓએ વિસ્તારને વૃક્ષારોપણ દ્વારા હરિયાળું નગર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. મહિલાઓ, યુવાનો તથા બાળકો એ જુદી જુદી જાતના વૃક્ષોનું વાવેતર કરી તેની સંભાળ લેવાનું નક્કી કર્યુ છે. ઘરની આસપાસ ઔષધીય વૃક્ષો જેવા કે અરડુશી, તુલસી,
Dharmesh Antani
ગત તારીખ ૨૭મી ફેબ્રુઆરીના રોજ ભુજના આર્યસમાજ હોલ ખાતે “પર્યાવરણીય હિમાયતી જુથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુથના સભ્યો સાથે “રામદેવનગર સ્વચ્છતા સમિતી“ના સભ્યો હંસાબેન સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિમાયતી જુથના દિવ્યાબેન વૈદ્ય તેમજ ગાયત્રીબેને સ્વચ્છતા સમિતીના સભ્યોને કેટલાક વિષયોથી માહિતગાર કર્યા હતા. દરરોજની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની પધ્ધતિનું નિરીક્ષણ કેમ કરવું,

Last updated on: August 14, 2019