ભુજમાં વોર્ડ ૨ અને ૧૧ના સર્વાંગી વિકાસ આયોજન વિશે કાર્યક્રમ યોજાયો.

ભુજમાં વોર્ડ ૨ અને ૧૧ના સર્વાંગી વિકાસ આયોજન વિશે કાર્યક્રમ યોજાયો.

પોતાના વિસ્તારના વિકાસ માટે જ્યારે નાગરિકો જાતે જાગૃત બને અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે આગેવાની લેતા થાય ત્યારે સાચો અને સર્વાંગી વિકાસ શક્ય બને ! ભુજના વોર્ડ નંબર ૨ અને ૧૧ના જાગૃત નાગરિકો અને વોર્ડ સમિતીના સભ્યો તેમજ નગર સેવકોએ પોતાના વોર્ડનું સર્વાંગી વિકાસનું આયોજન તૈયાર કરી તંત્ર સમક્ષ મુકવા માટેના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં છેલ્લા છ મહિનામાં ૨ અને ૧૧ વોર્ડમાં વોર્ડ સમિતીના સભ્યો, નગર સેવકો અને નાગરિકોના મંતવ્ય સાથે એકત્રિત કરેલી માહિતીના આધારે બનાવાયેલું આયોજન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શહેરમાં ચાલતા હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પ અંતર્ગત કાર્યરત સંસ્થાઓ સેતુ અભિયાન, કેએમવીએસ, સહજિવન, એક્ટ તથા હુન્નરશાળાના સંયુક્ત ઉપક્રમે આ બન્ને વોર્ડના સર્વાંગી વિકાસનું આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. એચઆઇસીના કોઓર્ડિનેટર અસીમ મિશ્રાના માર્ગદર્શન સાથે ભાર્ગવ પંડિત, પ્રાચી પટેલ અને જય અંજારિયાએ બન્ને વોર્ડના આયોજન અંગેનું પ્રેઝ્ન્ટેશન તૈયાર કર્યું હતું. નગરપાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી નીતિનભાઇ બોડાત, સંસ્થાના માર્ગદર્શકો અરુણભાઇ વચ્છરાજાનિ, ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય તેમજ નગરસેવકો અને નાગરિકો સમક્ષ ભાર્ગવ પંડિતે સમગ્ર આયોજન રજૂ કર્યું હતું.

વોર્ડ સમિતીના અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાના શાબ્દિક સ્વાગત સાથે અર્બન સેતુના વિશ્રામ વાઘેલાએ હેતુ સ્પષ્ટ કર્યો હતો. વોર્ડ ૧૧ના નગરસેવક અશોકભાઇ પટેલ તથા વોર્ડ ૨ના નગરસેવકો કાસમભાઇ કુંભાર, આઇશુબેન સમા તેમજ વોર્ડ સમિતીના સદસ્યા મંજુલાબેન ગોરે વોર્ડમાં થયેલી કામગીરી રજૂ કરી હતી. અરુણભાઇએ ૭૪માં બંધારણીય સુધારા અંતર્ગત નાગરિકોની સહભાગીતાથી શહેરી શાસનમાં સુદ્રઢ બનાવવાની વાત મુકી હતી. જ્યારે ઉપેન્દ્રભાઇએ શહેરના સર્વાંગી વિકાસમાં સંસ્થાના ફાળાની વાત કરી હતી. મુખ્ય અધિકારી નીતિનભાઇએ બન્ને વોર્ડનું જે રીતે આયોજન તૈયાર કરાયું છે એ જ રીતે દરેક વોર્ડનું આયોજન તૈયાસ થાય અને નગરપાલિકાના બજેટ પહેલાં મળી જાય તો વોર્ડના સમતોલ વિકાસમાં ખુબજ ઉપયોગી બને તેવું જણાવ્યું હતું. અધ્યક્ષીય ઉદબોધનમાં લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં સંસ્થા દ્વારા વોર્ડ સમિતી બનાવવામાં સહયોગ મળશે તો નગરપાલિકા વોર્ડના તૈયાર કરવામાં આવતાં આયોજનના અમલીકરણમાં પુરતું ધ્યાન આપશે.

કાર્યક્રમમાં અજયભાઇ ગઢવી, મનુભા જાડેજા, પુનિતાબેન ચૌહાણ, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, ગનીભાઇ કુંભાર ઉપરાંત સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષ આચાર્ય, વોર્ડ સમિતીના સદસ્યો, એચઆઇસી સીટિ ફેલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અર્બન સેતુના ભાવસિંહ ખેર, આશા મહેશ્વરી, કરમણ મારવાડા, મયુર રાઠોડ, હરી વાઘેલા વોર્ડ મિત્ર વિનોદ પરગડુ, ગીતા મહાબોધીએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન મામદ લાખા અને આભારવિધિ અરવિંદ મહાબોધીએ કરી હતી.

P { margin-bottom: 0.08in; }


No Comment

Comments are closed here.

Last updated on:

en_USEnglish